From Dark Web IP to UK: ડાર્ક વેબના એક IPથી ખુલી આંતરરાષ્ટ્રીય ગુનાખોરીની કડી અમદાવાદથી UK સુધી ફેલાયેલું ₹226 કરોડનું ટેરર ફંડિંગ નેટવર્ક બસ્ટ

0
124
From Dark Web IP to UK
From Dark Web IP to UK

From Dark Web IP to UK:  ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ₹226 કરોડના ટેરર ફંડિંગ રેકેટનો પર્દાફાશ કરીને દેશભરની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. ડાર્ક વેબ (Dark Web) પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ IP એડ્રેસ મળ્યું હતું. આ એક જ લિંક પકડીને હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની ટેક્નિકલ તપાસના તાર આખરે અમદાવાદના દાણીલીમડાથી લઈને સીધા યુનાઇટેડ કિંગડમ (UK) અને ઇઝરાયલ સુધી પહોંચ્યા છે.

From Dark Web IP to UK: ડાર્ક વેબ પર ‘આર્ટેમિસ લેબ્સ’થી શરૂ થઈ તપાસ

From Dark Web IP to UK

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. રાજદીપસિંહ ઝાલાએ ઓપરેશનની ઈનસાઈડ સ્ટોરી શેર કરતા જણાવ્યું હતું કે, ડાર્ક વેબ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની ટીમ સતત ડિજિટલ વોચ રાખતી હોય છે. આ દરમિયાન artemislabs.cc નામની વેબસાઈટ સાથે જોડાયેલા એક ડ્રગ્સ વેન્ડરના ટ્રાન્જેક્શન પોલીસના રડારમાં આવ્યા હતા. બ્લોકચેન એનાલિસિસ કરતા ખબર પડી કે આ વેન્ડર મારફતે 10 અલગ-અલગ ક્રિપ્ટો વોલેટમાં કરોડોની રકમ ટ્રાન્સફર થઈ રહી હતી.

From Dark Web IP to UK: વિદેશી વોલેટ્સ વચ્ચે અમદાવાદનું ‘મોહસીન મુલાની’ કનેક્શન

પોલીસે જ્યારે આ 10 શંકાસ્પદ ક્રિપ્ટો વોલેટનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું, ત્યારે ખળભળાટ મચી ગયો. 10માંથી 9 વોલેટ વિદેશી ધરતી પર ઓપરેટ થઈ રહ્યા હતા, પરંતુ 1 વોલેટ ભારતનું હતું. તેની KYC (Know Your Customer) અને ડિજિટલ વિગતો કઢાવતા આ વોલેટ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા મોહસીન મુલાની ના નામે રજીસ્ટર્ડ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસની પ્રથમ અને સૌથી મોટી સક્સેસ હતી.

ત્યારબાદ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો:

  • અન્ય ખાતાઓ સાથે લિંક: મોહસીનના ક્રિપ્ટો ટ્રાન્જેક્શન ચેક કરતા તેના વોલેટ સાથે બીજા 8 એકાઉન્ટ જોડાયેલા હોવાનું સામે આવ્યું.
  • મોનેરો વોલેટનો ખેલ: વ્યવહારો સંપૂર્ણ ગુપ્ત રહે અને કોઈ ટ્રેક ન કરી શકે તે માટે આરોપીઓએ અનામી ગણાતી ‘Monero’ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કર્યો હતો. મોહસીનના એક મોનેરો વોલેટમાં એક જ સમયે $56,000 (અંદાજે ₹46 લાખથી વધુ) ટ્રાન્સફર થયા હોવાનું રેકોર્ડ પર આવ્યું છે.

From Dark Web IP to UK: મોહંમદ ઝુબેરના વોલેટનું ઇઝરાયલ કનેક્શન

From Dark Web IP to UK

મોહસીનની કડીથી પોલીસ વધુ 9 ભારતીય ક્રિપ્ટો વોલેટ સુધી પહોંચી, જેમાં મોહંમદ ઝુબેર પોપટીયા નું વોલેટ સૌથી વધુ શંકાસ્પદ જણાયું હતું. ઝુબેરના વોલેટનું એનાલિસિસ કરતા આંતરરાષ્ટ્રીય ટેરર લિંક સાબિત થઈ હતી. ઇઝરાયલમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફંડ કરવા બદલ ત્યાંની સંસ્થા MBCTA દ્વારા જે ક્રિપ્ટો વોલેટ સીઝ (ફ્રીઝ) કરવામાં આવ્યા હતા, તે જ ફ્રીઝ થયેલા વોલેટમાંથી સીધા નાણાં મોહંમદ ઝુબેરના ખાતામાં ટ્રાન્સફર થતા હોવાના ડિજિટલ પુરાવા મળ્યા છે.

From Dark Web IP to UK: UKથી સલમાન ઓપરેટ કરતો, પિતા ગુલામઅલીની ધરપકડ

આ આખું નેટવર્ક માત્ર ડિજિટલ સ્તરે જ નહીં, પણ ગ્રાઉન્ડ લેવલ પર હવાલા દ્વારા પણ ચાલતું હતું. તપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગનો સાગરીત સલમાન UK (લંડન) માં બેસીને તમામ માહિતીઓ અને ટ્રાન્જેક્શન હેન્ડલ કરતો હતો. તે વિદેશથી સૂચના આપીને ભારતમાં હવાલા અને આંગડિયા માધ્યમથી નાણાં હેરફેર કરાવતો હતો. પોલીસે આ મામલે ભારતમાં રહીને આખી કડી સંભાળતા સલમાનના પિતા ગુલામઅલી અંસારી ની ધરપકડ કરી લીધી છે. વર્ષ 2023-24 દરમિયાન જ આશરે ₹2 કરોડ આંગડિયા નેટવર્કથી ટ્રાન્સફર થયા હોવાનું ખૂલ્યું છે.

From Dark Web IP to UK: 2021 પહેલા વેસ્ટર્ન યુનિયનનો ઉપયોગ થતો હતો

સાયબર સેન્ટરના રિપોર્ટ મુજબ, આરોપીઓ અત્યારના જ નહીં પણ જૂના ખેલાડી છે. વર્ષ 2021 પહેલા તેઓ ક્રિપ્ટોના બદલે Western Union જેવી MTSS (Money Transfer Service Scheme) પેમેન્ટ સિસ્ટમથી વિદેશી ફંડ મેળવતા હતા. વર્ષ 2016થી 2021 દરમિયાન દુનિયાના 9 અલગ-અલગ દેશોમાંથી અંદાજે ₹80 લાખ આ સિસ્ટમથી આવ્યા હતા, જેની હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

વૈશ્વિક એજન્સીઓના રડારમાં રહેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે લિંક

ગુજરાત પોલીસે ક્રેક કરેલું આ નેટવર્ક એટલું મોટું છે કે તેના તાર અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) અને ઇઝરાયલની નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમ દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો ક્લસ્ટર સાથે સીધા જોડાયેલા છે. દેશની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે આ કરોડો રૂપિયાનું ફંડિંગ આવી રહ્યું હોવાની આશંકા વચ્ચે દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ પણ હવે આ કેસમાં જોડાઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની સર્જિકલ સ્ટ્રાઈક બેંગકોકથી લાવવામાં આવેલો ₹20 કરોડનો વિદેશી ગાંજો ઝડપાયો, UPનો શખસ જેલભેગો