Share Market Update: ગઈકાલના સામાન્ય ઘટાડા બાદ ભારતીય શેરબજારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે (22 મે) જોરદાર વાપસી કરી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો અને સ્થાનિક સ્તરે બેંકિંગ તેમજ મેટલ ક્ષેત્રના શેરોમાં આવેલી ખરીદીના કારણે બજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ (Sensex) 232 પોઈન્ટ એટલે કે 0.31% વધીને 75,415 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે NSE નિફ્ટી (Nifty) પણ 65 પોઈન્ટ (0.27%) ની તેજી સાથે 23,719 પર પહોંચી ગયો છે.

Share Market Update: ગ્લોબલ માર્કેટની તેજીની ભારતીય બજાર પર અસર
એશિયન અને અમેરિકી બજારોમાં જોવા મળેલી રિકવરીની સીધી સકારાત્મક અસર ભારતીય સેન્ટિમેન્ટ પર પડી હતી. જાપાન અને સાઉથ કોરિયાના બજારો આજે મજબૂતી સાથે બંધ થયા હતા.
Share Market Update: મુખ્ય એશિયન બજારોની સ્થિતિ:
- નિક્કેઈ (જાપાન): 63,339 (+1,655 પોઈન્ટ, 2.68% નો મોટો ઉછાળો)
- હેંગસેંગ (હોંગકોંગ): 25,606 (+220 પોઈન્ટ, 0.86%)
- કોસ્પી (સાઉથ કોરિયા): 7,848 (+32 પોઈન્ટ, 0.41%)

આ પૂર્વે ગઈકાલે રાત્રે અમેરિકી બજારોમાં પણ ડાઉ જોન્સ 276 પોઈન્ટ (0.55%) અને નાસ્ડેક 0.09% વધીને બંધ રહ્યા હતા, જેનાથી બજારને શરૂઆતથી જ સપોર્ટ મળ્યો હતો.
Share Market Update: સંસ્થાગત રોકાણકારોની પ્રવૃત્તિ (DII vs FII)
બજારમાં વિદેશી રોકાણકારો (FII) ની વેચવાલી હજુ પણ ચાલુ છે, પરંતુ તેની સામે ઘરેલું સંસ્થાગત રોકાણકારો (DII) સતત ખરીદી કરીને બજારને ટેકો આપી રહ્યા છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં:
- DII (ઘરેલું રોકાણકારો): ₹2,493 કરોડની નેટ ખરીદી કરી (છેલ્લા 30 દિવસમાં ₹68,089 કરોડનું રોકાણ).
- FII (વિદેશી રોકાણકારો): ₹1,891 કરોડના શેર વેચ્યા.
ગઈકાલે (ગુરુવારે) માર્કેટમાં ઘટાડો હતો
ઉલ્લેખનીય છે કે, ગુરુવાર ૨૧ મેના રોજ બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, જેમાં સેન્સેક્સ 135 પોઈન્ટ ઘટીને 75,183 પર અને નિફ્ટી માત્ર 4 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 23,655 પર બંધ થયો હતો. ગઈકાલે આઈટી (IT) અને એફએમસીજી (FMCG) શેરોમાં વેચવાલીનું દબાણ હતું, જેની નુકસાની આજે બેંકિંગ અને મેટલ શેરોએ મજબૂત ખરીદી દ્વારા સરભર કરી દીધી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




