From Bangkok to Delhi via Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની સર્જિકલ સ્ટ્રાઈક બેંગકોકથી લાવવામાં આવેલો ₹20 કરોડનો વિદેશી ગાંજો ઝડપાયો, UPનો શખસ જેલભેગો

0
120
From Bangkok to Delhi via Ahmedabad
From Bangkok to Delhi via Ahmedabad

From Bangkok to Delhi via Ahmedabad: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાણે ડ્રગ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ કસ્ટમ્સ વિભાગની બાજ નજરે વધુ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પરથી હજુ થોડા દિવસો પહેલાં જ હેરોઈન અને ગાંજાનો જથ્થો પકડાવાની શાહી સુકાઈ નથી, ત્યાં જ 20મી મેની મધ્યરાત્રિએ થાઈ એરવેઝમાં આવેલા એક મુસાફર પાસેથી ₹20 કરોડથી વધુની કિંમતનો 20 કિલો વિદેશી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વિદેશી ગાંજાના એક કિલોની કિંમત અંદાજે ₹1 કરોડ આંકવામાં આવે છે. પકડાયેલો આરોપી આ જથ્થો અમદાવાદ એરપોર્ટ થઈને દિલ્હી ઘુસાડવાની ફિરાકમાં હતો, પરંતુ તે પહેલાં જ સલાહ સલામત કસ્ટમ્સના સકંજામાં આવી ગયો હતો.

From Bangkok to Delhi via Ahmedabad: DRIની ચોક્કસ બાતમી અને કસ્ટમ્સની વોચ

From Bangkok to Delhi via Ahmedabad

ગાંજાની તસ્કરી અંગે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) તરફથી કસ્ટમ્સ વિભાગને ચોક્કસ કડી મળી હતી. આ બાતમીના આધારે કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) એરપોર્ટ પર ખાસ વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન બેંગકોકથી આવેલી ફ્લાઈટના એક મુસાફરની ટ્રોલી બેગની તપાસ કરતા તેમાંથી લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 19 સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. એફએસએલ (FSL) પરીક્ષણમાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો વિદેશી ગાંજો હોવાનું કન્ફર્મ થયું હતું.

From Bangkok to Delhi via Ahmedabad: ₹20.36 કરોડનો મુદ્દામાલ જપ્ત, UPના શખસની ધરપકડ

કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ કુલ 20.366 કિલો ગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ કેસમાં કસ્ટમ્સ દ્વારા આરોપી અંગત શ્રીવાસ્તવ (રહે. સહારનપુર, ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે:

  • દિલ્હી ટુ બેંગકોક કનેક્શન: આરોપી દિલ્હીથી બેંગકોક ગયો હતો, જ્યાં તેને કોઈ અજ્ઞાત હેન્ડલરે આ ગાંજાનો જથ્થો આપ્યો હતો.
  • રૂટ ડાયવર્ઝન: દિલ્હી એરપોર્ટ પર ચુસ્ત ચેકિંગ હોવાના ડરે તેને અમદાવાદનો રૂટ પસંદ કર્યો હતો. તે અમદાવાદથી બાય રોડ કે ડોમેસ્ટિક ફ્લાઈટ મારફતે આ જથ્થો દિલ્હી લઈ જવાનો હતો.
  • પ્રથમ વિદેશ યાત્રા: આરોપી અંગત શ્રીવાસ્તવની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હતી. ડ્રગ માફિયાઓએ કુરિયર (કેરિયર) તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.

From Bangkok to Delhi via Ahmedabad: તપાસનો દોર હવે DRIના હસ્તગત

કેસની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય કનેક્શનને જોતા, પકડાયેલા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની તપાસ માટે DRI (Directorate of Revenue Intelligence)ને સોંપવામાં આવ્યો છે. DRI હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે:

  1. બેંગકોકમાં આ જથ્થો કોણે આપ્યો હતો?
  2. દિલ્હીમાં આ કરોડોનો માલ કોને ડીલીવર કરવાનો હતો?
  3. આ રેકેટની પાછળ ભારત અને થાઈલેન્ડના કયા મોટા ડ્રગ લોર્ડ્સ સક્રિય છે?

ભારતમાં વિદેશી ગાંજાની ડિમાન્ડ વધી? અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી બેંગકોકથી આવતા મુસાફરો પાસેથી વિદેશી ગાંજો પકડાવાના કિસ્સા ચિંતાજનક રીતે વધ્યા છે. નિષ્ણાંતોના મતે, ભારતના મેટ્રો શહેરોમાં પ્રીમિયમ ક્વોલિટીના વિદેશી ગાંજાનો ક્રેઝ અને ડિમાન્ડ વધ્યા છે, જેના કારણે દર સપ્તાહે આવા કન્સાઈનમેન્ટ ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સુરતમાં બાળ તસ્કરીનું ભયાનક નેટવર્ક 7 વર્ષ પછી પણ ‘સીતારામ સોસાયટી’ બની માસૂમો માટે નરક; 90થી વધુ બાળકો મુક્ત