Monsoon 2026: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે આપ્યા સૌથી મોટા ગુડ ન્યૂઝ!

0
141
Monsoon 2026
Monsoon 2026

Monsoon 2026: ગુજરાતમાં હાલ આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના અને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચોમાસા માટે ભૌગોલિક સ્થિતિ અત્યંત સાનુકૂળ બની રહી છે, જેના કારણે આ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી શકે છે.

Monsoon 2026

Monsoon 2026: કેરળમાં 26 મે આસપાસ ચોમાસું બેસવાની શક્યતા

 હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન-નિકોબાર ટાપુઓ તરફ ચોમાસું આગળ વધી ચૂક્યું છે. સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વર્ષે સાનુકૂળ સ્થિતિને કારણે કેરળમાં 26 મેની આસપાસ જ ચોમાસું બેસી શકે છે (જેમાં 4 દિવસ વહેલું કે મોડું થવાની સંભાવના છે).

Monsoon 2026: આગામી 7 દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ?

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, 19થી 25 મે સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહ્યા બાદ, મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. જો કે, અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં પારો 40થી 41 ડિગ્રીની આસપાસ જ રહેશે અને ભારે ઉકળાટ અનુભવાશે. આ દરમિયાન રાજ્યમાં 15થી 20 કિલોમીટર (દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યારેક 25 નોટ સુધી)ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Monsoon 2026: એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય

હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુની આસપાસ 1.5થી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં સક્રિય છે. તેની ઉપર 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એક ટ્રફ લાઇન પણ બનેલી છે, જેના કારણે વાતાવરણમાં આ ફેરફારો જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય ગાંધીનગરમાં 43.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કાળઝાળ ગરમી પડી હતી. આજે મંગળવારે પણ અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ! અમરેલીના ધારીમાં એક જ આંબા પર પાકે છે ૧૪ પ્રકારની કેરીઓ, સોશિયલ મીડિયા પર આંબાની ધૂમ