Mega Gold Bust: છત્તીસગઢ પોલીસે બે અલગ-અલગ મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાનું બિનહિસાબી સોનું, ચાંદી અને સેંકડો મોબાઈલ ફોન ઝડપી પાડ્યા છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં ગુજરાતના રાજકોટના ૩ શખ્સો સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Mega Gold Bust: કારની ગુપ્ત ચેમ્બર અને ₹9.17 કરોડનું સોનું

મહાસમુન્દ જિલ્લાની સિંઘોડા પોલીસે NH-353 પર આવેલી રેહટીખોલ ચેક પોસ્ટ પાસે ઓડિશા તરફથી આવતી એક ફોક્સવેગન વર્ટસ કાર (GJ 03 NP 4230)ને રોકી હતી. પ્રાથમિક પૂછપરછમાં કારમાં સવાર ૩ યુવકોના જવાબો શંકાસ્પદ જણાતા પોલીસે વાહનની ઝીણવટભરી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જ્યારે કારની પાછળની સીટમાં બનાવેલી એક ‘સ્પેશિયલ સિક્રેટ ચેમ્બર’ મળી આવી હતી. આ ચેમ્બરમાંથી:
- કુલ વજન: 7.5 કિલોથી વધુ (7512.488 ગ્રામ) સોનાના દાગીના.
- કિંમત: આશરે ₹9 કરોડ 17 લાખ 84 હજાર.
- પેકિંગ: 2 બેગની અંદર રાખેલા 6 પ્લાસ્ટિકના ડબ્બામાંથી આ સોનું મળ્યું હતું.

Mega Gold Bust: રાજકોટના ૩ શખ્સોની ધરપકડ

કારમાં સવાર ત્રણેય યુવકો ગુજરાતના રાજકોટના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:
- જયેશ અકબરી (32 વર્ષ)
- સુનીત કારેના (22 વર્ષ)
- રૂષિ અગ્રાવત (26 વર્ષ)
આરોપીઓ સોના અંગેના કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો કે કાગળો રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે ₹10 લાખની કાર સહિત કુલ ₹9.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કેસની ગંભીરતા જોઈને ઇનકમ ટેક્સ (IT) અને ડીઆરઆઈ (DRI)ને પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે.
Mega Gold Bust: બીજી મોટી કાર્યવાહી: અંબિકાપુરમાં 95 કિલો ચાંદી અને 760 મોબાઈલ ઝડપાયા

બીજા એક કિસ્સામાં, અંબિકાપુરની ગાંધીનગર પોલીસે બનારસ રોડ પર ચેકિંગ દરમિયાન એક ઓમ્ની કારને રોકી હતી. આ કારમાંથી પોલીસે:
- 95.5 કિલો જૂની ચાંદીની પાયલ (ઝાંઝર)
- 760 નંગ જૂના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.

આ મામલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ૫ શખ્સો (સેન્ટુ શેખ, ગફ્ફાર શેખ, અસિમ શેખ, ઇબ્રાહિમ શેખ અને માશદુલ શેખ)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ જૂના મોબાઈલ ફોનનો ઉપયોગ સાયબર ફ્રોડ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થવાનો હતો. તમામ આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં પણ મોંઘવારીનો ભડકો 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા; જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર થશે




