HomeGujaratTragedy on Bharatmala Highway: ગમખ્વાર અકસ્માત: રણુજાથી દર્શન કરી પરત ફરતાં બનાસકાંઠાના...

Tragedy on Bharatmala Highway: ગમખ્વાર અકસ્માત: રણુજાથી દર્શન કરી પરત ફરતાં બનાસકાંઠાના ચૌધરી પરિવારના 3ના મોત, 3 ઈજાગ્રસ્ત

બાલોતરા/ધાનેરા:

Tragedy on Bharatmala Highway: રાજસ્થાનના રણુજા (રામદેવરા) દર્શન કરીને પરત ફરી રહેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં કાળ ભેટી ગયો છે. બાલોતરા જિલ્લાના આસોતરા પાસે ભારતમાલા હાઈવે પર સ્કોર્પિયો કાર પલટી જતાં એક જ ગામના ૩ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે થાવર ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Tragedy on Bharatmala Highway: નીલગાયને બચાવવા જતાં સર્જાયો કાળમુખો અકસ્માત

Tragedy on Bharatmala Highway

પ્રાપ્ત વિગતો અનુસાર, ધાનેરાના થાવર ગામના શ્રદ્ધાળુઓ સ્કોર્પિયો કાર લઈને રાજસ્થાનના રણુજા ખાતે બાબારીના દર્શને ગયા હતા. દર્શન કરીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન ભારતમાલા હાઈવે પર એકાએક એક નીલગાય (રોઝડું) કારની આડી ઉતરી હતી. પુરપાટ ઝડપે જતી સ્કોર્પિયો સામે નીલગાય આવી જતાં ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પર ભયાનક રીતે પલટીઓ ખાઈ ગઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર ૩ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા.

Tragedy on Bharatmala Highway: મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગત

અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકો ધાનેરાના થાવર ગામના ચૌધરી સમાજના હોવાનું સામે આવ્યું છે:

Tragedy on Bharatmala Highway: મૃતકોના નામ:

  1. અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉંમર વર્ષ: ૩૫)
  2. હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉંમર વર્ષ: ૩૨)
  3. યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉંમર વર્ષ: ૧૮)

ઈજાગ્રસ્તોના નામ:

  1. અશોક ચૌધરી (ઉંમર વર્ષ: ૨૬)
  2. કમલેશ ચૌધરી (ઉંમર વર્ષ: ૩૦)
  3. આયુષ ચૌધરી (ઉંમર વર્ષ: ૮)

ઈજાગ્રસ્તોને જોધપુર રીફર કરાયા

અકસ્માત થતાં જ હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની ગંભીર સ્થિતિને જોતાં વધુ સારવાર માટે જોધપુર રીફર કરવામાં આવ્યા છે.

બીજી તરફ, વતન થાવર ગામમાં એકસાથે ૩ યુવકોના મોતના સમાચાર પહોંચતા જ પરિવારો પર આભ તૂટી પડ્યું છે અને ગામમાં ચુલા પણ સળગ્યા નથી.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો: અમદાવાદમાં મેગા રેડ, ઓઢવમાંથી જાણીતી બ્રાન્ડના નકલી પાન મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments