PM Modi’s Fuel Conservation Call: ઇંધણ બચાવવા ગુજરાત યુનિવર્સિટીની પહેલ: PM મોદીની અપીલ બાદ ‘કાર પુલિંગ’નો નિર્ણય, મંત્રીઓએ પણ સુરક્ષા કાર છોડી

0
115
PM Modi’s Fuel Conservation Call
PM Modi’s Fuel Conservation Call

PM Modi’s Fuel Conservation Call: વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ઇંધણના વધતા ભાવો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલની ગુજરાતમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. આ દિશામાં સૌથી પહેલું કદમ ઉઠાવતા ગુજરાત યુનિવર્સિટીએ ‘કાર પુલિંગ’ (Car Pooling) કરવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સુરક્ષા માટે મળતી ‘પાયલોટિંગ કાર’નો ત્યાગ કરવાનો નિર્ણય કરી સમાજ સામે ઉદાહરણ પૂરું પાડ્યું છે.

PM Modi’s Fuel Conservation Call: ગુજરાત યુનિવર્સિટીનો માસ્ટર પ્લાન: કાર પુલિંગ અને વર્ક ફ્રોમ હોમ

PM Modi’s Fuel Conservation Call

વડાપ્રધાનના ઇંધણ બચાવવાના આહવાન બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે.

  • કાર પુલિંગ: યુનિવર્સિટીના જે અધિકારીઓ કે કર્મચારીઓ પોતાની કાર લઈને આવે છે, તેમણે આસપાસ રહેતા અન્ય સાથી કર્મચારીઓને પણ સાથે લાવવાના રહેશે. આનાથી વાહનોની સંખ્યા ઘટશે અને પેટ્રોલ-ડીઝલની મોટી બચત થશે.
  • વર્ક ફ્રોમ હોમ: હાલ પરીક્ષાઓ અને વેકેશનના કારણે નોન-ટીચિંગ સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ શક્ય નથી, પરંતુ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સ્થિતિની સમીક્ષા કરીને ઓનલાઈન કામગીરીનો નિર્ણય લેવામાં આવશે.

PM Modi’s Fuel Conservation Call: મંત્રીઓએ સુરક્ષા પ્રોટોકોલ બાજુ પર મૂક્યા

PM Modi’s Fuel Conservation Call

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી છે કે જ્યાં સુધી ઇંધણના ભાવમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની સાથે રહેતી ‘પાયલોટિંગ કાર’નો ઉપયોગ નહીં કરે. તેમની સાથે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ઇંધણ બચાવવાના ઉમદા હેતુથી પાયલોટિંગ સુવિધાનો ત્યાગ કર્યો છે.

PM મોદીની અપીલ: “નાના સંકલ્પો, મોટો ફાયદો”

PM Modi’s Fuel Conservation Call

૧૧ મેના રોજ વડોદરામાં સરદાર ધામ-૩ ના લોકાર્પણ સમયે પીએમ મોદીએ દેશવાસીઓને સાવચેત કરતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ આ દાયકાનું સૌથી મોટું સંકટ છે. ભારત ક્રૂડ ઓઈલ માટે આયાત પર નિર્ભર હોવાથી નાગરિકોએ નીચે મુજબના સંકલ્પો કરવા જોઈએ:

  1. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ: શક્ય હોય ત્યાં મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહનનો જ ઉપયોગ કરવો.
  2. ડિજિટલ મીટિંગ્સ: સરકારી અને ખાનગી ઓફિસોમાં રૂબરૂ મળવાને બદલે વર્ચ્યુઅલ મીટિંગ અને વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવી.
  3. સોનાની ખરીદી ટાળવી: અર્થતંત્રને મજબૂત રાખવા માટે બિનજરૂરી સોનાની ખરીદી ન કરવા પણ અપીલ કરી.
  4. ઓનલાઈન એજ્યુકેશન: શાળાઓને પણ જરૂર જણાય ત્યાં ઓનલાઈન ક્લાસ ચલાવવા આગ્રહ કર્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સેન્સેક્સ 1,456 પોઈન્ટ તૂટ્યો, 4 દિવસમાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા