HomeStock MarketMarket Alert: સેન્સેક્સ 1,456 પોઈન્ટ તૂટ્યો, 4 દિવસમાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા

Market Alert: સેન્સેક્સ 1,456 પોઈન્ટ તૂટ્યો, 4 દિવસમાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા

Market Alert: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ‘બ્લેક ટ્યુસડે’ સાબિત થયો છે. સતત ચોથા દિવસે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આજે એટલે કે 12 મેના રોજ, સેન્સેક્સ 1,456 પોઈન્ટના કડાકા સાથે 74,559 ના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 436 પોઈન્ટ તૂટીને 23,379 પર આવી ગઈ છે.

છેલ્લા 4 દિવસના ટ્રેડિંગમાં સેન્સેક્સમાં અંદાજે 3,500 પોઈન્ટ અને નિફ્ટીમાં 1,000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જેનાથી રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Market Alert

Market Alert: IT અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી મોટો કડાકો

આજના કારોબારમાં સૌથી વધુ માર IT સેક્ટરને પડ્યો છે. નિફ્ટી IT ઇન્ડેક્સ 3% થી વધુ તૂટ્યો હતો. દિગ્ગજ કંપનીઓના હાલ બેહાલ જોવા મળ્યા:

  • TCS, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને HCL ટેક: આ શેરોમાં 4.5% સુધીનો ઘટાડો નોંધાયો.
  • આ સિવાય ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસિસ, FMCG અને બેંકિંગ સેક્ટરમાં પણ 2.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

Market Alert: બજાર કેમ તૂટ્યું? ઘટાડાના 5 મુખ્ય કારણો

  1. રૂપિયાનું ઐતિહાસિક પતન: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 95.5 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે વિદેશી રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.
  2. ક્રૂડ ઓઇલની વધતી કિંમત: બ્રેન્ટ ક્રૂડ 105 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ભારત તેલનો મોટો આયાતકાર હોવાથી મોંઘવારી વધવાનો ડર સતાવી રહ્યો છે.
  3. યુએસ-ઈરાન તણાવ: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને ટ્રમ્પના નિવેદનોએ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી છે.
  4. FIIની ભારે વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત માલ વેચી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં જ તેમણે ₹18,724 કરોડની કિંમતના શેર વેચ્યા છે.
  5. ઇન્ડિયા VIX માં ઉછાળો: બજારમાં ડરનો આંક (India VIX) 2% વધીને 18.87 પર પહોંચ્યો છે, જે આગામી દિવસોમાં હજુ વધુ ઉતાર-ચઢાવના સંકેત આપે છે.

Market Alert: વૈશ્વિક બજારોની સ્થિતિ

એશિયન બજારોમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો:

  • કોસ્પી (સાઉથ કોરિયા): -1.52% ઘટાડો
  • નિકેઈ (જાપાન): +0.62% સુધારો
  • હેંગસેંગ (હોંગકોંગ): +0.29% સુધારો

જોકે, અમેરિકી બજારો (ડાઉ જોન્સ અને નાસ્ડેક) ગઈકાલે સામાન્ય વધારા સાથે બંધ થયા હતા, પરંતુ ભારતીય બજારે નબળા સ્થાનિક અને વૈશ્વિક સંકેતોને કારણે ઘટાડો જાળવી રાખ્યો હતો.

Market Alert: રોકાણકારો માટે શું છે સંકેત?

આજે સાંજે જાહેર થનારા એપ્રિલના રિટેલ મોંઘવારીના આંકડા (CPI Data) પર સૌની નજર છે. જો મોંઘવારી અપેક્ષા કરતા વધુ આવશે, તો બજારમાં હજુ પણ દબાણ જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક તણાવ ઓછો ન થાય ત્યાં સુધી રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત સેકાયુ, વડોદરા 45 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં પારો 44ને પાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments