HomeGujaratSevere Water Wastage in Vadodara: ભર ઉનાળે વડોદરામાં ચોમાસા જેવો માહોલ, ગોત્રી...

Severe Water Wastage in Vadodara: ભર ઉનાળે વડોદરામાં ચોમાસા જેવો માહોલ, ગોત્રી ટાંકી પાસે લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું

Severe Water Wastage in Vadodara: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રીમાં પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લિટર પીવાનું પાણી વેડફાયું છે. ગોત્રી પાણીની ટાંકી પાસે સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી.

Severe Water Wastage in Vadodara

Severe Water Wastage in Vadodara: રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

ગોત્રી પાણીની ટાંકી પાસે આવેલી મુખ્ય સપ્લાય લાઈન અચાનક ફાટતા પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે જોતજોતામાં આસપાસના તમામ માર્ગો પાણીથી તરબતર થઈ ગયા હતા. માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

Severe Water Wastage in Vadodara: પાણીના સંકટની ભીતિ

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ મુખ્ય લાઈન દ્વારા અનેક વિસ્તારોમાં પાણી સપ્લાય કરવામાં આવે છે. લાઈનમાં ભંગાણ થવાને કારણે લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું છે, જેના પરિણામે આગામી દિવસોમાં આ લાઈન પર નિર્ભર વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે તેવી શક્યતા છે.

તંત્ર સામે રોષ

એક તરફ જ્યારે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાતી હોય છે, ત્યારે તંત્રની બેદરકારી કે જૂની લાઈનોને કારણે આ પ્રકારે પાણીનો બગાડ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વહેલી તકે આ ભંગાણને રિપેર કરી પાણી પુરવઠો યથાવત કરવાની માંગ કરી છે. હાલ કોર્પોરેશનની ટીમ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 મોબાઈલ ચોરીની શંકાએ બાપુનગરમાં લોહિયાળ જંગ, બે જૂથો વચ્ચે પથ્થરમારો અને છરીબાજી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments