Home State Gujarat Anand’s Golden Boy: 14 હજાર વોલ્ટનો કરંટ પણ ન તોડી શક્યો જુસ્સો,...

Anand’s Golden Boy: 14 હજાર વોલ્ટનો કરંટ પણ ન તોડી શક્યો જુસ્સો, આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

0
256
Anand’s Golden Boy
Anand’s Golden Boy

Anand’s Golden Boy: કહેવાય છે કે જેનું મન મક્કમ હોય તેને પર્વતો પણ રસ્તો આપે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે આણંદના તારાપુરના યુવાન ભાવિક ભરવાડએ. માત્ર 12 વર્ષની ઉંમરે એક ભયાનક અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવનાર ભાવિકે આજે પોતાની મહેનતના જોરે વિશ્વ સ્તરે ભારતનો તિરંગો લહેરાવ્યો છે. તાજેતરમાં માર્ચ 2026માં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે સાબિત કરી દીધું છે કે સફળતા શારીરિક સક્ષમતાની નહીં, પણ માનસિક મક્કમતાની મહોતાજ છે.

Anand’s Golden Boy

Anand’s Golden Boy: દુર્ઘટનાથી ગોલ્ડ મેડલ સુધીની સફર

ભાવિક જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તેને 14,000 વોલ્ટનો જીવલેણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેને કોણીથી પોતાનો જમણો હાથ ગુમાવવો પડ્યો અને ડાબા હાથની બે આંગળીઓ પણ કપાઈ ગઈ. જોકે, હાર માનવાને બદલે ભાવિકે સ્થિતિને ‘એક્સેપ્ટ’ કરી અને રાખમાંથી બેઠા થતા ફિનિક્સ પક્ષીની જેમ એથ્લેટિક્સના મેદાનમાં ઉતરી પડ્યો.

Anand’s Golden Boy: પિતાનો સપોર્ટ અને 400 મીટરની ‘ડેડલી’ ઇવેન્ટ

શરૂઆતમાં પરિવાર તરફથી થોડો ખચકાટ હતો, પરંતુ જ્યારે ભાવિકે ખેલ મહાકુંભમાં બે ગોલ્ડ મેડલ જીત્યા, ત્યારે પિતાનો વિશ્વાસ વધ્યો.

  • ટર્નિંગ પોઈન્ટ: ભાવિક પહેલા 100 મીટરની દોડમાં નિષ્ણાત હતો. પરંતુ તેના કોચ મનસુખ સરના કહેવાથી તેણે અચાનક 400 મીટરની દોડમાં ભાગ લીધો.
  • પડકાર: 400 મીટર દોડ એથ્લેટિક્સની સૌથી અઘરી ઇવેન્ટ ગણાય છે. ભાવિકે જણાવ્યું કે, “પહેલીવાર 400 મીટર દોડ્યા પછી મારું આખું શરીર તૂટી ગયું હતું, પણ આજે એ જ મારી ઓળખ બની ગઈ છે.”

Anand’s Golden Boy: ગંભીર ઈજા છતાં અશક્યને શક્ય બનાવ્યું

2023ની એશિયન ગેમ્સના ટ્રાયલ્સના માત્ર 10 દિવસ પહેલા જ ભાવિકને પગમાં ગંભીર ઈજા (એચિલિસ ટેન્ડન ગ્રેડ 3) થઈ હતી. ડોક્ટરોએ સર્જરી અને બે વર્ષના આરામની સલાહ આપી હતી. પરંતુ, ભાવિક પ્લાસ્ટર સાથે દિલ્હી પહોંચ્યો, જાતે પ્લાસ્ટર કાઢ્યું અને અસહ્ય પીડા વચ્ચે પણ રેસ પૂરી કરી. આ ઝનૂનને કારણે જ તેણે માત્ર 7-8 મહિનામાં શાનદાર કમબેક કર્યું.

Anand’s Golden Boy: ગ્લોબલ પ્લેટફોર્મ પર ગુજરાતનો ડંકો

ભાવિકે અત્યાર સુધીમાં અનેક આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ મેળવી છે:

  1. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિકસ 2026: ગોલ્ડ મેડલ.
  2. શારજાહ અને પેરિસ: ગોલ્ડ અને સિલ્વર મેડલ્સ.
  3. એવોર્ડ: ‘ગોસ્પોર્ટ્સ બેસ્ટ ઓફ ધ યર’નો ખિતાબ.

Anand’s Golden Boy: જીવનશૈલી: ગીતાના પાઠ અને સખત મહેનત

ભાવિકની સફળતા પાછળ તેની શિસ્તબદ્ધ દિનચર્યા છે. તે રોજ સવારે 4 વાગ્યે ઉઠે છે અને ગ્રાઉન્ડ પર પરસેવો પાડે છે. ખાસ વાત એ છે કે તે દરરોજ બપોરે એક કલાક શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરે છે, જે તેને માનસિક શાંતિ અને શક્તિ આપે છે.

Anand’s Golden Boy: આગામી લક્ષ્ય: પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ

હાલમાં ભાવિક કેરળના ત્રિવેન્દ્રમમાં ભારતના શ્રેષ્ઠ કોચ રાજમોહન સર પાસે તાલીમ લઈ રહ્યો છે. તેનું એક જ લક્ષ્ય છે – પેરા ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવો. મિલ્ખાસિંહ પછી 400 મીટરમાં જે શૂન્યાવકાશ સર્જાયો છે, તેને પૂરો કરી દેશનું નામ રોશન કરવા ભાવિક દિવસ-રાત મહેનત કરી રહ્યો છે.

ભાવિકનો સંદેશ: “તમારી લિમિટ પુશ કરતા શીખો, આત્મવિશ્વાસ રાખો અને સ્થિતિ ગમે તે હોય તેને ‘એક્સેપ્ટ’ કરીને ક્યારેય પાછું વળીને ના જુઓ.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આસામના ‘રાજકીય ચાણક્ય’ હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે રાજ્યની લગામ, 12 મેના રોજ શપથગ્રહણ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે