Home Desh Surat SBI Robbery Case: SBI બેંક લૂંટના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’, પોલીસ પર...

Surat SBI Robbery Case: SBI બેંક લૂંટના આરોપીનું ‘હાફ એન્કાઉન્ટર’, પોલીસ પર ફાયરિંગ કરી ભાગવા જતાં બંને પગમાં ગોળી વાગી

0
301
Surat SBI Robbery Case
Surat SBI Robbery Case

Surat SBI Robbery Case: વરાછા વિસ્તારની SBI બેંકમાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં તપાસ કરી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચ પર મુખ્ય આરોપીએ હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું છે. આ ‘યુપી સ્ટાઇલ’ એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપી શુભમ ઠાકુરના બંને પગમાં ગોળી વાગી છે.

Surat SBI Robbery Case: હથિયાર રિકવરી દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Surat SBI Robbery Case

ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિમાન્ડ પર રહેલા આરોપી શુભમ અને વિકાસને લઈને સુરત ગ્રામ્યના કન્યાસી ગામ ખાતે હથિયાર અને મોબાઈલ રિકવર કરવા પહોંચી હતી. પૂછપરછ દરમિયાન શુભમે કબૂલાત કરી હતી કે તેણે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ ખેતરમાં છુપાવી છે. જોકે, હથિયાર કાઢતી વખતે શુભમે પોલીસને દગો આપી અચાનક લોડેડ ઓટોમેટિક પિસ્તોલથી વરાછા PI એ.આર. વાળા પર ફાયરિંગ કરી દીધું હતું.

Surat SBI Robbery Case: ACP કિરણ મોદીનું સચોટ નિશાન

Surat SBI Robbery Case

પોલીસ પર થયેલા આ આકસ્મિક હુમલા બાદ ACP કિરણ મોદીએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો. તેમણે સ્વબચાવમાં કરેલા વળતા ફાયરિંગમાં આરોપી શુભમના બંને પગમાં ગોળી વાગી હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત શુભમને હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

કેસની મહત્વની વિગતો અને મોટા ખુલાસા:

Surat SBI Robbery Case
  • બિહાર જેલ સાથે કનેક્શન: આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર (કુંદન ભગત) છે, જે હાલ પટનાની જેલમાં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે એક ખાસ એપ દ્વારા આખી ગેંગને સૂચનાઓ આપી હતી.
  • ચૂંટણીનો લાભ ઉઠાવ્યો: લૂંટારુઓએ અંદાજે 10 બેંકોની રેકી કરી હતી. સુરત મનપાની ચૂંટણીના બીજા દિવસે, જ્યારે પોલીસ વ્યસ્ત હોય, ત્યારે આ લૂંટને અંજામ આપ્યો હતો.
  • નકલી ઓળખનો ખેલ: ગેંગના સભ્યો એકબીજાને ઓળખતા નહોતા અને દરેકના 4 થી 5 અલગ-અલગ ઉપનામો હતા. તેઓએ મધ્યપ્રદેશના બોગસ દસ્તાવેજો અને આઈડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
  • રેકીની રીત: લૂંટના 45 મિનિટ પહેલા ગ્રાહક બનીને બેંકમાં ઘૂસેલા લૂંટારુઓએ સ્ટાફના છૂપી રીતે ફોટા પણ પાડ્યા હતા.
  • 1500 કિમી દૂરથી ધરપકડ: સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1000થી વધુ CCTV ચેક કર્યા બાદ આરોપી શુભમને અયોધ્યા (UP) થી ઝડપી પાડ્યો હતો.

પોલીસ કાર્યવાહી: પોલીસે હાલમાં લોડેડ ઓટોમેટિક પિસ્તોલ કબજે કરી છે. આરોપી શુભમ અગાઉ હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આ લૂંટમાં વપરાયેલા અન્ય હથિયારો અને બાકીના નાણાં મેળવવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 516 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,200ની નીચે સરક્યો; બેંકિંગ શેરોમાં ભારે વેચવાલી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે