Middle East Crisis: વિશ્વ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે સાઉદી અરેબિયા અને કુવૈતના એક નિર્ણયે મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધારી દીધો છે. બંને દેશોએ અમેરિકન સેના પર અગાઉ લાદવામાં આવેલા એરસ્પેસ અને સૈન્ય એરબેઝના ઉપયોગ પરના પ્રતિબંધો હટાવી દીધા છે. આ નિર્ણયથી ઈરાન વિરુદ્ધ કોઈ મોટી લશ્કરી કાર્યવાહી થવાની સંભાવનાઓ પ્રબળ બની છે.

Middle East Crisis: મુખ્ય વિગતો
- ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટી રાહત: અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ખાડી દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસમાં હતા. સાઉદી અને કુવૈતના આ નિર્ણયથી અમેરિકી વહીવટીતંત્રને મોટી સફળતા મળી છે.
- ‘ઓપરેશન ફ્રીડમ’ ફરી શરૂ થશે: એરસ્પેસ અને એરબેઝની મંજૂરી મળતા જ અમેરિકાએ પોતાના જહાજોને નેવી અને હવાઈ સુરક્ષા પૂરી પાડતું ‘ઓપરેશન ફ્રીડમ’ ફરી શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.
- વિલંબ બાદ એક્શન: અહેવાલો અનુસાર આ ઓપરેશન શરૂ કરવામાં 36 કલાકનો વિલંબ થયો હતો, પરંતુ હવે પેન્ટાગોનના અધિકારીઓએ આ જ સપ્તાહમાં ઓપરેશન શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
- યુદ્ધની આશંકા: આ ભૌગોલિક-રાજકીય ફેરફારને કારણે ઈરાન હવે શું વળતો પ્રહાર કરશે તેના પર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે આનાથી મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ભડકવાની આશંકા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
પાકિસ્તાનનો પાયાવિહોણો દાવો, પુરાવા વગર કહ્યું- ‘અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા’




