Scam Alert: છોટા ઉદેપુરમાં નકલી પાવતી કૌભાંડ, નગરપાલિકાના નામે બોગસ રસીદ બનાવી 5 વીજ કનેક્શન મેળવ્યા, તંત્રની તપાસ સામે સવાલ

0
132
Scam Alert
Scam Alert

Scam Alert: ગુજરાતમાં નકલી કચેરી, નકલી ટોલનાકા અને નકલી અધિકારીઓ બાદ હવે ‘નકલી વેરા પાવતી’નું કૌભાંડ સામે આવ્યું છે. છોટા ઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં મકાન માલિકોએ પાલિકાના નામે બોગસ વેરા પાવતીઓ ઉભી કરી વીજ કંપનીને છેતરી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

Scam Alert

Scam Alert: જાગૃત નાગરિકની અરજીથી ભોપાળું છતું થયું

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક જાગૃત નાગરિકે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને નગરપાલિકાના ચીફ ઓફિસરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી. અરજીમાં આક્ષેપ કરાયો હતો કે, વીજ કનેક્શન મેળવવા માટે જરૂરી દસ્તાવેજ તરીકે પાલિકાની નકલી વેરા પાવતીઓ રજૂ કરવામાં આવી છે. આ ગંભીર ફરિયાદને પગલે MGVCL ના ડેપ્યુટી ઈજનેરે પાલિકા પાસે આ પાવતીઓની ખરાઈ કરવા પત્ર લખ્યો હતો.

Scam Alert: પાલિકાની તપાસમાં સત્ય આવ્યું બહાર

નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં વોર્ડ નંબર 3 માં 5 જેટલી પાવતીઓ નકલી હોવાનું સાબિત થયું છે. નગરપાલિકાના લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કરીને આ કૂટ દસ્તાવેજો તૈયાર કરાયા હતા. આ પાવતીઓના આધારે મકાન માલિકોએ વીજ કંપની પાસેથી કનેક્શન મેળવી લીધા હતા.

Scam Alert: પોલીસ ફરિયાદમાં વિલંબ કેમ?

જ્યારે પાંચ પાવતીઓ નકલી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે પાલિકા દ્વારા હજુ સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

  • જનતામાં રોષ: સરકારી નાણાંની ચોરી અને સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પાલિકા માત્ર ‘તપાસ’ના નામે વિલંબ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
  • માંગ: સ્થાનિકોની માંગ છે કે સરકારી તંત્રને છેતરનારા મકાન માલિકો અને આ નકલી પાવતીઓ બનાવી આપનાર રેકેટ સામે તાત્કાલિક એફ.આઈ.આર. (FIR) નોંધવી જોઈએ.

હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકા આ ગંભીર છેતરપિંડી મામલે પોલીસ ફરિયાદ ક્યારે નોંધાવે છે કે પછી મામલો દબાવી દેવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 જબલપુર ક્રૂઝ દુર્ઘટના, ‘મોત પણ મા-દીકરાને જુદા ન કરી શક્યું’, વહાલસોયાને છાતી સરસો ચાંપી રાખેલી હાલતમાં મળી માતાની લાશ