HomeStock MarketMarket Crash: શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટ; ક્રૂડ ઓઈલ...

Market Crash: શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટ; ક્રૂડ ઓઈલ $120ને પાર પહોંચતા બજાર ધરાશાયી

Market Crash: ભારતીય શેરબજાર માટે એપ્રિલ મહિનાનો અંતિમ દિવસ અમંગળ સાબિત થયો છે. ગઈકાલની તેજી બાદ આજે એટલે કે 30 એપ્રિલે બજાર ખૂલતાની સાથે જ મોટા કડાકા જોવા મળ્યા હતા. સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઘટાડા સાથે 76,900ના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ ગગડીને 24,000ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.

Market Crash

Market Crash: શા માટે તૂટ્યું બજાર?

બજારમાં આ મોટા ઘટાડા પાછળ વૈશ્વિક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

  • ક્રૂડ ઓઈલની તીજી: બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સર્જાયેલા તણાવને કારણે સપ્લાય ખોરવાવાની ભીતિ છે, જેની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે.
  • વૈશ્વિક બજારોમાં નરમાશ: માત્ર ભારત જ નહીં, પરંતુ જાપાનનો નિકેઈ (1.02% ઘટાડો) અને હોંગકોંગનો હેંગસેંગ (1.28% ઘટાડો) પણ લાલ નિશાનમાં છે. અમેરિકી બજાર ડાઉ જોન્સમાં પણ ગત રાત્રે ઘટાડો નોંધાયો હતો.
  • યુદ્ધ અને મોંઘવારીનો ડર: ભૌગોલિક રાજકીય તણાવને કારણે મોંઘવારી વધવાનું જોખમ વધ્યું છે. રોકાણકારો જોખમ લેવાને બદલે સુરક્ષિત સ્થળોએ નાણાં રોકી રહ્યા છે, જેના કારણે વેચવાલી વધી છે.

Market Crash: કયા સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી?

આજના કારોબારમાં સૌથી વધુ માર ઓટો, બેન્કિંગ, મેટલ અને રિયલ્ટી શેરોને પડ્યો છે. બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં ભારે વેચવાલીને કારણે ઈન્ડેક્સ નીચે સરક્યા છે. ગઈકાલે સેન્સેક્સ 77,496 ના ઓલ ટાઈમ હાઈની નજીક બંધ થયો હતો, પરંતુ આજે બજારે બધી જ તેજી ગુમાવી દીધી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વડોદરામાં નશાકારક કફ સીરપના કૌભાંડનો પર્દાફાશ, ભાયલીની ફાર્મા પેઢીનો પરવાનો કાયમી ધોરણે રદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments