
Tragedy in Jabalpur: મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બરગી ડેમના જળાશયમાં પ્રવાસીઓથી ભરેલું એક ક્રૂઝ અચાનક આવેલા વાવાઝોડાને કારણે સંતુલન ગુમાવી બેસતા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ કરુણ ઘટનામાં અત્યાર સુધીમાં 4 પ્રવાસીઓના મૃતદેહ મળી આવ્યા છે.

Tragedy in Jabalpur: દુર્ઘટનાની વિગતો:

માહિતી અનુસાર, આ અકસ્માત બરગી ડેમના ખમરિયા ટાપુ પાસે સર્જાયો હતો. ક્રૂઝમાં ક્ષમતા કરતા વધુ એટલે કે 30થી વધુ પ્રવાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતા ચાલકે ક્રૂઝ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ક્રૂઝ પલટી મારી ગયું હતું.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોમાં ફફડાટ; ક્રૂડ ઓઈલ $120ને પાર પહોંચતા બજાર ધરાશાયી




