HomeDeshBox Office Domination: ધુરંધર 2: 500 લિટર પેટ્રોલ અને અસલી દારૂગોળા વચ્ચે...

Box Office Domination: ધુરંધર 2: 500 લિટર પેટ્રોલ અને અસલી દારૂગોળા વચ્ચે રણવીર સિંહે આપ્યો ખતરનાક શોટ

Box Office Domination: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મની સફળતાની સાથે તેના મેકિંગના કિસ્સાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ફિલ્મના SFX સુપરવાઇઝર વિશાલ ત્યાગીએ ખુલાસો કર્યો છે કે ફિલ્મના હાઈ-વોલ્ટેજ ક્લાઈમેક્સ સીન માટે કોઈ CGI (કમ્પ્યુટર ગ્રાફિક્સ) નહીં, પરંતુ અસલી વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Box Office Domination: VFX ને બદલે પ્રેક્ટિકલ ઇફેક્ટ્સ પર ભાર

Box Office Domination

સામાન્ય રીતે ફિલ્મોમાં મોટા ધડાકા બતાવવા માટે ટેકનોલોજીનો સહારો લેવામાં આવતો હોય છે, પરંતુ ડિરેક્ટર આદિત્ય ધર આ સીનને વધુ વાસ્તવિક બનાવવા માંગતા હતા. વિશાલ ત્યાગીએ જણાવ્યું કે, “આ સીન માટે 500 લિટર પેટ્રોલ અને દરેક ટાંકીમાં 25 કિલો દારૂગોળો વાપરવામાં આવ્યો હતો. પ્રોડક્શન ટીમ ખર્ચ ઘટાડવા માટે ઓછું ઈંધણ વાપરવા માંગતી હતી, પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે અમે 500 લિટરની જીદ પર અડગ રહ્યા.”

Box Office Domination: જીવના જોખમે રણવીર સિંહનું શૂટિંગ

Box Office Domination

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ભયાનક આગ અને ધડાકાઓ વચ્ચે રણવીર સિંહે પોતે શૂટિંગ કર્યું હતું. વિશાલના જણાવ્યા મુજબ, “આગની જ્વાળાઓની ખૂબ જ નજીક રણવીર સિંહને ચાલવાનું હતું. આ ઘણું જોખમી હતું, પરંતુ રણવીર જરા પણ ડર્યા વગર બિલકુલ શાંત રહીને પોતાનો શોટ આપી રહ્યા હતા. શૉટ પૂરો થયા પછી તેમણે ઉત્સાહમાં આવીને મને કહ્યું – ‘ફાડી નાખ્યું તેં!'”

બોક્સ ઓફિસ પર તોડ્યા રેકોર્ડ

Box Office Domination

‘ધુરંધર 2’ એ કમાણીના મામલે ઈતિહાસ રચી દીધો છે. 19 માર્ચ 2026 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં ₹1780 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ સાથે જ તેણે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ ને પાછળ છોડી દીધી છે અને હવે તે ભારતની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝી હવે કુલ ₹3000 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ સીરીઝ બની છે.

હવે જાપાન સર કરશે ‘ધુરંધર’

Box Office Domination

ભારતમાં મોટી સફળતા મેળવ્યા બાદ હવે આ ફિલ્મ જાપાનમાં રિલીઝ થવા જઈ રહી છે. 10 જુલાઈ 2026 ના રોજ આ ફિલ્મ જાપાનમાં ઓપરેશન ધુરંધર’ નામથી રિલીઝ કરવામાં આવશે. આ અગાઉ રણવીર સિંહની ‘ગલી બોય’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મો પણ જાપાનમાં ઘણી પસંદ કરવામાં આવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શેરબજારમાં રોકેટ ગતિએ તેજી, સેન્સેક્સ 609 અંક ઉછળી 77,496 પર બંધ, નિફ્ટીમાં પણ 182 પોઈન્ટનો ઉછાળો!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments