Gujarat Local Body Polls: ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી ગરમીના પારા વચ્ચે લોકશાહીનો ઉત્સાહ, 15 મનપામાં સરેરાશ 53% મતદાન

0
125
Gujarat Local Body Polls
Gujarat Local Body Polls

Gujarat Local Body Polls: ગુજરાતની 15 મહાનગરપાલિકાઓની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાની કુલ 1001 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 3145 ઉમેદવારોનું ભાવિ હવે EVMમાં કેદ થયું છે, જેનો ફેંસલો આગામી મંગળવારે (મતગણતરીના દિવસે) થશે.

Gujarat Local Body Polls: મતદાનના આંકડા અને ગરમીની અસર

Gujarat Local Body Polls

રાજ્યમાં આજે આકરી ગરમીની આગાહી વચ્ચે સવારથી મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. જોકે, બપોરના સમયે આકરા તાપને કારણે મતદાનની ગતિ ધીમી પડી હતી, જે સાંજે ફરી વેગવંતી બની હતી. અંતિમ અંદાજ મુજબ 15 મનપામાં સરેરાશ 53% જેટલું મતદાન નોંધાયું છે.

Gujarat Local Body Polls: ‘આપ’ ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધન

Gujarat Local Body Polls

ચૂંટણી દરમિયાન જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. વોર્ડ નંબર-3 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મતદાન પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. બપોરે 4 વાગ્યે ઘરે હતા ત્યારે અચાનક હુમલો આવતા તેમને જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે વોર્ડ નંબર-3 માં મતદાન અને મતગણતરીની પ્રક્રિયા પંચની સૂચના મુજબ યથાવત રહેશે.

Gujarat Local Body Polls: લોકશાહીના વિવિધ રંગો

Gujarat Local Body Polls
  • વીવીઆઈપી મતદાન: કેન્દ્રીય મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રિવાબા જાડેજા સહિતના અગ્રણીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
  • રાજવી પરિવાર: રાજકોટ અને વડોદરાના રાજવી પરિવારોએ પણ પરંપરા મુજબ મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.
  • અનોખા દ્રશ્યો: અનેક જગ્યાએ નવદંપતીઓ લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હતા, તો શતાયુ મતદારોએ પણ અસામાન્ય સંજોગો છતાં મતદાન કરી નવી પેઢીને પ્રેરણા આપી હતી.

9 નવરચિત મનપાની પ્રથમ ચૂંટણી

Gujarat Local Body Polls

આ વખતે રાજ્યમાં 6 જૂની મનપા (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર) ઉપરાંત 9 નવી બનેલી મહાનગરપાલિકાઓ (નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ) માં પ્રથમવાર ચૂંટણી યોજાઈ છે. 2025 માં આ નવી મનપાઓની રચના કરવામાં આવી હતી.

રાજકીય જંગ: પ્રતિષ્ઠાનો સવાલ

  • ભાજપ: છેલ્લા 20 થી 30 વર્ષથી જૂની તમામ મનપાઓમાં ભાજપનું શાસન છે, ત્યારે સત્તા ટકાવી રાખવાનો પડકાર છે.
  • કોંગ્રેસ: લાંબા સમયથી શહેરી વિસ્તારોમાં નબળી પડી રહેલી કોંગ્રેસ માટે આ ચૂંટણી ‘કમબેક’ કરવાની તક છે.
  • આમ આદમી પાર્ટી: 2021 માં સુરતથી શરૂઆત કરનાર ‘આપ’ માટે આ વખતે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે પગ જમાવવાનો મોટો પડકાર છે.

અમદાવાદ અને વડોદરામાં છૂટાછવાયા મારામારીના બનાવોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી. હવે સૌની નજર મંગળવારના પરિણામો પર છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વિશ્વ બેંકની ગંભીર ચેતવણી, 2050 સુધીમાં શહેરી ગરીબો પર ગરમીનો પ્રકોપ 700% વધશે, ‘સાઇલેન્ટ કિલર’ બનશે હીટવેવ