RaghavChadha: આમ આદમી પાર્ટી ને મોટો ફટકો પડ્યો છે, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો સાથે એટલે કે ત્રણ સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.

RaghavChadha: હું ખોટી પાર્ટીમ અહાતો અત્યાર સુધી
તેમણે કહ્યું કે જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સિંચી હતી. તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે. આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે. રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “અમે આ નિર્ણય કર્યો છે કે અમે, એટલે કે રાજ્યસભામાં AAPના બે-તૃતીયાંશ સભ્યો, ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને BJPમાં ભેળવી દઈશું.તમને વધુમાં કહ્યું કે અત્યાર સુધી હું ખોટી પાર્ટીમાં રહ્યો છુ ,
RaghavChadha: અન્ય કોણે આપ્યું રાજીનામું ?
રાઘવ ચઢ્ઢાએ કહ્યું- રાજ્યસભામાં આપના 10 સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ, એટલે કે 7 અમારી સાથે છે. તેમના નામ છે
• રાઘવ ચઢ્ઢા
• સંદીપ પાઠક
• રાજેન્દ્ર ગુપ્તા
• વિક્રમ સાહની
• સ્વાતિ માલીવાલ
• હરભજન સિંહ
• અશોક મિત્તલ

રાઘવે કહ્યું- હજુ પણ બીજા કેટલાક લોકો જોડાશે. ભાજપમાં જોડાવાની પ્રક્રિયા આજે સાંજે થશે. ભારતીય બંધારણમાં જોડાવાની જોગવાઈ છે કે જો બે તૃતીયાંશથી વધુ સાંસદો અન્ય પક્ષમાં જોડાવા માંગતા હોય, તો તેઓ તેમ કરી શકે છે. આ અધિકાર અમને ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો



