Home Stock Market Stock Market Crash: બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં...

Stock Market Crash: બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, IT શેરોમાં ભારે ધોવાણ; જાણો ઘટાડાના 5 મુખ્ય કારણો

0
238
Stock Market Crash
Stock Market Crash

Stock Market Crash: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. શુક્રવાર, 24 એપ્રિલના રોજ શેરબજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરો તોડીને નીચે ટ્રેડ કરી રહ્યા છે, જેના કારણે રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા થઈ ગયા છે.

Stock Market Crash

Stock Market Crash: મુખ્ય આંકડાઓ પર એક નજર (બપોર સુધીની સ્થિતિ):

  • સેન્સેક્સ: 1,000 પોઈન્ટ (1.16%) ઘટીને 76,600 પર.
  • નિફ્ટી: 280 પોઈન્ટ (1.06%) ઘટીને 23,900 ના સ્તરે.
  • સૌથી વધુ અસર: આઈટી અને મીડિયા સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો.

Stock Market Crash: બજાર ગગડવા પાછળના મુખ્ય કારણો

1. અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ:

વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય પરિસ્થિતિ વણસી છે. ભલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની ડેડલાઈન લંબાવી હોય, પરંતુ તણાવ યથાવત છે. અમેરિકી નૌકાદળ દ્વારા ઈરાની બંદરોની ઘેરાબંધી અને ઈરાન દ્વારા જહાજોને કબજે લેવાની ઘટનાએ રોકાણકારોમાં ડરનો માહોલ પેદા કર્યો છે. પાકિસ્તાનમાં યોજાનારી શાંતિ વાટાઘાટો રદ થતા સ્થિતિ વધુ ગંભીર બની છે.

2. ક્રૂડ ઓઈલની ‘સેન્ચુરી’:

‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સપ્લાય ખોરવાવાની આશંકા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે આ મોંઘવારીનો સંકેત છે, જેની સીધી અસર બજાર પર પડી છે.

3. IT સેક્ટરમાં કડાકો અને ઇન્ફોસિસનો નબળો દેખાવ:

નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આજે 1000 પોઈન્ટ (3.30%) થી વધુ તૂટ્યો છે. દિગ્ગજ કંપની ઇન્ફોસિસનો નફો વધવા છતાં, અપેક્ષા કરતા નબળા આઉટલુકને કારણે તેનો શેર 4% થી વધુ ગગડીને ₹1,190 પર આવી ગયો છે.

4. વિદેશી રોકાણકારોની (FII) સતત વેચવાલી:

વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે. માત્ર 23 એપ્રિલે જ FIIએ 3,254 કરોડના શેર વેચ્યા હતા. ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં કુલ 47,536 કરોડની જંગી વેચવાલી થઈ છે.

Stock Market Crash: સેક્ટર મુજબની સ્થિતિ:

સેક્ટરઘટાડો (પોઈન્ટ)ટકાવારી ફેરફાર
નિફ્ટી આઈટી-1039-3.30%
નિફ્ટી ફાર્મા-216-1.24%
નિફ્ટી PSU બેંક-61-0.72%
નિફ્ટી બેંક-311-0.53%
નિફ્ટી ઓટો-24-0.02%

Stock Market Crash: વૈશ્વિક બજારોની નબળાઈ

ભારતીય બજારની સાથે એશિયન બજારોમાં પણ મિશ્ર પ્રતિસાદ છે. હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લાલ નિશાનમાં છે. અગાઉ અમેરિકી બજારમાં ડાઉ જોન્સ અને નાસ્ડેક પણ ઘટાડા સાથે બંધ થયા હતા, જેની નેગેટિવ અસર આજે ભારતીય બજાર પર જોવા મળી રહી છે.

નિષ્ણાતોનું માનવું છે કે: જ્યાં સુધી વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય અને તેલના ભાવ કાબૂમાં નહીં આવે, ત્યાં સુધી બજારમાં અસ્થિરતા જળવાઈ રહી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ચાબહાર પોર્ટ પર સંકટના વાદળો, અમેરિકી પ્રતિબંધોથી બચવા ભારત લેશે મોટો નિર્ણય, $12 કરોડનું રોકાણ દાવ પર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે