HomeStock MarketMarket Update April 23: સેન્સેક્સમાં 700 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 24,200ની નીચે સરક્યો,...

Market Update April 23: સેન્સેક્સમાં 700 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 24,200ની નીચે સરક્યો, રોકાણકારોમાં ફફડાટ

Market Update April 23: ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે વેચવાલીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આજે એટલે કે ગુરુવાર, 23 એપ્રિલે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ 700 અંકથી વધુ તૂટીને 77,800ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 200 અંકના ઘટાડા સાથે 24,200ની મહત્વની સપાટીથી નીચે ઉતરી ગયો છે.

Market Update April 23

Market Update April 23: ઓટો સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો

આજના કારોબારમાં સૌથી વધુ માર ઓટો સેક્ટરના શેરોને પડ્યો છે. ઓટો ઇન્ડેક્સમાં ભારે વેચવાલીને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આ ઉપરાંત બેન્કિંગ અને આઈટી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે બુધવારે પણ સેન્સેક્સ 757 પોઈન્ટ ઘટીને 78,516 પર બંધ રહ્યો હતો.

Market Update April 23: એશિયન બજારોની નબળાઈની અસર

ભારતીય બજારમાં ઘટાડા પાછળ એશિયન બજારોના નબળા સંકેતો જવાબદાર માનવામાં આવે છે. એશિયાના મુખ્ય બજારોમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે:

ઇન્ડેક્સલેવલઘટાડો (પોઇન્ટ)ટકાવારી
નિકેઈ (જાપાન)58,952-634-1.06%
હેંગસેંગ (હોંગકોંગ)25,864-299-1.14%
કોસ્પી (સાઉથ કોરિયા)6,375-43-0.67%

અમેરિકી બજારમાં તેજી છતાં ભારતીય બજાર કેમ ઘટ્યું?

ગઈકાલે 22 એપ્રિલે અમેરિકી શેરબજારો (વોલ સ્ટ્રીટ)માં શાનદાર તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.69% અને નાસ્ડેક 1.64% વધીને બંધ થયા હતા. જોકે, અમેરિકામાં તેજી હોવા છતાં સ્થાનિક સ્તરે એફઆઈઆઈ (FII)ની સતત વેચવાલી અને એશિયન બજારોના નેગેટિવ ટ્રેન્ડને કારણે ભારતીય બજાર દબાણ હેઠળ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ઝઘડિયા GIDC ધણધણી, મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments