India Defies US Tariff Hit: વૈશ્વિક આર્થિક પડકારો અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વચ્ચે પણ ભારતે દરિયાઈ ખાદ્ય પદાર્થો (Sea-food) ની નિકાસમાં નવો ઈતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સી-ફૂડ નિકાસ ₹72,325.82 કરોડ (8.28 અબજ ડોલર) ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. અમેરિકા જેવા પરંપરાગત માર્કેટમાં ઘટાડો હોવા છતાં, ચીન અને યુરોપિયન દેશોએ ભારતની નિકાસને નવી ઊંચાઈ આપી છે.

India Defies US Tariff Hit: અમેરિકાના ઘટાડાની ભરપાઈ ચીને કરી
અત્યાર સુધી ભારતીય સી-ફૂડ માટે અમેરિકા સૌથી મોટું બજાર રહ્યું છે, પરંતુ આ વર્ષે ત્યાં ટેરિફ સંબંધિત સમસ્યાઓને કારણે નિકાસમાં મૂલ્યની દ્રષ્ટિએ 14.5% અને જથ્થામાં 20% નો ઘટાડો નોંધાયો છે. જોકે, ભારતની વ્યૂહરચના કામ કરી ગઈ અને અન્ય દેશોમાં નિકાસમાં જંગી ઉછાળો જોવા મળ્યો:
- ચીન: નિકાસમાં 22.7% નો મોટો ઉછાળો.
- યુરોપિયન યુનિયન: નિકાસમાં 37.9% નો વધારો.
- દક્ષિણ-પૂર્વ એશિયા: 36.1% થી વધુની વૃદ્ધિ.
- જાપાન: નિકાસમાં 6.55% નો વધારો નોંધાયો.
India Defies US Tariff Hit: ‘ફ્રોઝન ઝીંગા’ બન્યા કમાણીનું મુખ્ય સાધન
ભારતની આ સફળતામાં ‘ફ્રોઝન ઝીંગા’ (Frozen Shrimp) એ સૌથી મોટી ભૂમિકા ભજવી છે. કુલ નિકાસમાં ઝીંગાનો હિસ્સો ₹47,973.13 કરોડ રહ્યો છે, જે કુલ કમાણીના બે-તૃતીયાંશ ભાગ કરતાં પણ વધુ છે. આ સિવાય ફ્રોઝન ફિશ, સ્ક્વિડ, કટલફિશ અને ફિશ ઓઇલ જેવી પ્રોડક્ટ્સે પણ નિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
India Defies US Tariff Hit: ભારતનો પ્લાન-B એક્ટિવ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા મુજબ, ભારતની સી-ફૂડ નિકાસનો કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં રેસિપ્રોકલ ટેરિફની અસર થઈ, ત્યારે ભારતે તરત જ નવા બજારો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતની આ ‘પ્લાન-બી’ વ્યૂહરચના સફળ રહી છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ભારતની પકડ વધુ મજબૂત બની છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
પીએમ મોદી પર ખડગેનું વિવાદાસ્પદ નિવેદન ‘આતંકવાદી’ શબ્દના પ્રયોગથી ભાજપ લાલઘૂમ, ચૂંટણી પંચમાં ધા નાખી




