Home State Gujarat VisaFraud:મહેસાણામાં  વિદેશ મોકલવાના બહાને રૂ. 64 લાખની સનસનીખેજ લૂંટ, ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ...

VisaFraud:મહેસાણામાં  વિદેશ મોકલવાના બહાને રૂ. 64 લાખની સનસનીખેજ લૂંટ, ગેસ્ટ હાઉસમાં પિસ્તોલ બતાવી ‘કબૂતરબાજો’ ફરાર

0
214

Visa Fraud:મહેસાણા જિલ્લામાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરાયો છે. વિજાપુર તાલુકાના વસઈ ગામના બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને એજન્ટે દિલ્હી બોલાવ્યા અને અહીં મહેસાણામાં પિતાની નજર સામે જ પિસ્તોલની અણીએ રૂ. 64 લાખની લૂંટ ચલાવી આરોપીઓ નાસી છૂટ્યા છે.

Visa Fraud:શું છે સમગ્ર ઘટના?

VisaFraud

વસઈ ગામના ખેડૂત બળવંતસિંહ ચાવડા પોતાના પુત્ર સિદ્ધાર્થને વિદેશ મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ (રહે. નડિયાદ) સાથે થયો હતો. નિલેશે બે યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે રૂ. 64 લાખમાં સોદો નક્કી કર્યો હતો.

  • દિલ્હી બોલાવ્યા: 18 એપ્રિલના રોજ એજન્ટે ટિકિટ થઈ ગઈ હોવાનું કહી બંને યુવાનોને દિલ્હી બોલાવી લીધા હતા.
  • ગેસ્ટ હાઉસમાં મીટિંગ: એજન્ટે તેના બે માણસોને પૈસા લેવા મહેસાણા મોકલ્યા. બળવંતસિંહ આ શખ્સોને ગોઝારિયાથી લઈને ડાભલા ચોકડી પર આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં ગયા હતા.

Visa Fraud:બેડ પર નોટોના બંડલ અને પિસ્તોલની અણીએ લૂંટ

VisaFraud

ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં આરોપીઓ ગેસ્ટ હાઉસના બેડ પર રૂ. 500-500ના બંડલોનો ઢગલો કરીને નોટો ગણી રહ્યા છે.

આરોપીઓએ વિશ્વાસ આપ્યો હતો કે રાત્રે 1 વાગ્યે દિલ્હીથી ફ્લાઈટ છે, એટલે તમે પૈસા બતાવો.

જેવા પરિવારે દાગીના વેચીને અને સગાં-વ્હાલાં પાસેથી ઉછીના લાવીને ભેગા કરેલા 64 લાખ રૂપિયા બતાવ્યા, કે તરત જ આરોપીઓએ અસલી રંગ બતાવ્યો હતો. રાત્રે અંદાજે 9 વાગ્યે આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને રોકડ રકમ લૂંટી લીધી અને નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

VisaFraud:તપાસમાં ચોંકાવનારા ખુલાસા

લૂંટ બાદ બળવંતસિંહે વસઈ પોલીસ સ્ટેશનમાં એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે આશ્ચર્યજનક છે:

  • ઇન્ટરનેશનલ કનેક્શન: એજન્ટ નિલેશ જે નંબર પરથી વાત કરતો હતો તે થાઇલેન્ડનો હોવાનું ખુલ્યું છે.
  • કબૂતરબાજીનું જાળ: જે યુવાન (મુકેશ વણઝારા) સાથે આ ડીલ થઈ હતી, તેને દોઢ વર્ષ પહેલા મલેશિયાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ એજન્ટે તેને લાલચ આપીને જાળમાં ફસાવ્યો હતો.

પોલીસ એક્શન મોડમાં

આ મોટી લૂંટને પગલે મહેસાણા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એક્શનમાં આવી છે. નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર અલગ-અલગ ટીમો બનાવીને અન્ય રાજ્યોમાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પુત્રને વિદેશ મોકલવાના સ્વપ્ન સાથે સર્વસ્વ હોમી દેનારા બંને પરિવારો હાલ પાયમાલ થઈ ગયા છે.

આ પણ વાંચો :ગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા: ‘મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ દબાણ નથી’

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે