Child Smuggling Network Unravelled: બનાસકાંઠા પોલીસનો મેગા ઓપરેશન આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, મુરુગન ગેંગના 3 સાગરીતો જેલભેગા

0
174
Child Smuggling Network Unravelled
Child Smuggling Network Unravelled

Child Smuggling Network Unravelled: બનાસકાંઠાના વડગામમાંથી અપહરણ થયેલા એક માસૂમ બાળકની તપાસે આખા દેશમાં ફેલાયેલા બાળ તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. વડગામ પોલીસ, LCB અને SOGની ટીમોએ આધુનિક ટેકનોલોજી અને AIની મદદથી તેલંગાણાથી લઈને મહારાષ્ટ્ર સુધી તપાસનો દોર લંબાવી મુખ્ય સૂત્રધાર મુરુગન સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

comp 19 1776689856

Child Smuggling Network Unravelled: તપાસમાં ચોંકાવનારા ખુલાસા 4 રાજ્યોમાં 8 બાળકોનો સોદો

comp 21 1776689888

પકડાયેલી મુરુગન ગેંગે પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલાત કરી છે કે તેઓ અત્યાર સુધીમાં ગુજરાત સહિત 4 રાજ્યોના કુલ 8 નવજાત બાળકોને વેચી ચૂક્યા છે:

  • ગુજરાત (દાંતા-વડગામ): 2 બાળકો
  • તેલંગાણા (હૈદરાબાદ): 3 બાળકો
  • મહારાષ્ટ્ર (મુંબઈ): 2 બાળકો
  • દિલ્હી: 1 બાળક

Child Smuggling Network Unravelled: IVF સેન્ટરથી શરૂ થયો હતો ગુનાખોરીનો પથ

comp 22 1776689899

આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આરોપીઓ અગાઉ IVF સેન્ટરોમાં તંદુરસ્ત મહિલાઓને દાખલ કરાવી કમિશન મેળવતા હતા. પરંતુ વધુ પૈસાની લાલચમાં તેઓ ગરીબ વાલીઓના બાળકો મેળવી, નિસંતાન દંપતીઓને ઊંચી કિંમતે વેચવાના આંતરરાજ્ય નેટવર્કમાં જોડાઈ ગયા હતા.

Child Smuggling Network Unravelled: AI અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ દબોચાયા

comp 20 1776689932

6 એપ્રિલના રોજ વડગામમાંથી થયેલા અપહરણ બાદ પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં મુંબઈ-વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ ઝડપાયો હતો, જેની પાસેથી રૂ. 1.5 લાખ રોકડા પણ મળી આવ્યા છે. આ કડીના આધારે પોલીસ તેલંગાણાના કાગઝનગર પહોંચી અને મુખ્ય દલાલ મુરુગન, કાસરપ્પુ તિરુપતિ અને કેલેટી ગંગાધરને દબોચી લીધા હતા.

હજુ પણ અનેક માથાઓ પકડાશે

આ રેકેટમાં હૈદરાબાદની શિવારાણી અને મુંબઈના રોહિદાસ સહિત અન્ય 4 થી 5 શખસોની સંડોવણી બહાર આવી છે. બનાસકાંઠા પોલીસે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઓપરેશનથી બાળ તસ્કરી કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : PSI પરીક્ષામાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલ ચોરીનું ફિયાસ્કો 10 ફૂટનો દરવાજો કૂદી બેંચ નીચે મોબાઈલ ચોંટાડ્યો, પણ ‘ગુંદરે’ દગો દીધો!