HomeAhmedabadGift of Life: અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ 3 દિવસમાં 3 અંગદાન, 11...

Gift of Life: અમદાવાદ સિવિલમાં માનવતાનો મહાયજ્ઞ 3 દિવસમાં 3 અંગદાન, 11 વ્યક્તિઓના જીવનમાં પથરાયો પ્રકાશ

Gift of Life: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સેવા અને સમર્પણનું અનોખું કેન્દ્ર બની રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલમાં અંગદાનના ત્રણ મોટા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કુલ 10 અંગો અને પેશીના દાન થકી 11 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયું છે. વિશેષ વાત એ છે કે, આ સિદ્ધિ ‘વિશ્વ લીવર દિવસ’ (19 એપ્રિલ) ના રોજ હાંસલ થઈ છે.

Gift of Life

Gift of Life: સેવા અને સાહસની ત્રણ પ્રેરક વાતો:

  • બહરાનભાઈ પંડિત (ગાંધીનગર): વ્યવસાયે કડિયાકામ કરતા 50 વર્ષીય બહરાનભાઈ બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પત્ની સંગીતાબેને અંગદાનનો હિંમતભર્યો નિર્ણય લીધો. તેમના દ્વારા મળેલા એક લીવર અને બે કિડનીએ ત્રણ લોકોના જીવ બચાવ્યા.
  • અનામી દાતા (42 વર્ષ): આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા એક દર્દીના પરિવારે વિરહના સમયે પણ ઉદારતા દાખવી એક લીવર, એક હૃદય અને બે કિડનીનું દાન કર્યું, જેનાથી ચાર જિંદગીઓ ફરી ધબકતી થઈ.
  • પૂરણભાઈ દંતાણી (નારોલ): 45 વર્ષીય રિક્ષાચાલક પૂરણભાઈના બ્રેઈન ડેડ થયા બાદ તેમના પત્ની અલકાબેને અંગદાનની સંમતિ આપી. દંતાણી સમાજમાંથી સિવિલમાં થયેલું આ પ્રથમ અંગદાન છે, જે સમાજ માટે એક નવો રાહ ચીંધે છે.

Gift of Life: ત્વચાદાનમાં પણ સિવિલ અગ્રેસર

અંગદાનની સાથે સાથે મણિનગરના 51 વર્ષીય અંજનાબેન પટેલના પરિવારે તેમની ત્વચાનું દાન (Skin Donation) કરવાનો ઉમદા નિર્ણય લીધો. આ ત્વચા આગામી સમયમાં ગંભીર રીતે દાઝેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે.

Gift of Life: આંકડામાં સિવિલની સિદ્ધિ:

સિવિલ હોસ્પિટલે અત્યાર સુધીમાં કુલ 237 અંગદાન પૂર્ણ કર્યા છે, જેની વિગતો નીચે મુજબ છે:

  • કુલ પ્રાપ્ત અંગો/પેશીઓ: 1021
  • કિડની: 437
  • લીવર: 211
  • હૃદય: 75
  • ફેફસાં: 34

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, સરકાર અને સંસ્થાઓના સતત પ્રયાસોથી હવે સમાજના દરેક સ્તરે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે. જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનના મૃત્યુના દુઃખ વચ્ચે બીજાને જીવન આપવાનો નિર્ણય લે છે, ત્યારે તે માનવતાનો સર્વોચ્ચ ઉત્સવ બની જાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓનું એક્શન સેટેલાઇટ ફોન સાથે બે અમેરિકન નાગરિકોની અટકાયત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments