HomeDharmaCurtain Down on Campaigning: આસામ, કેરળ અને પુડુચેરીમાં પ્રચારના પડઘમ શાંત, આજથી...

Curtain Down on Campaigning: આસામ, કેરળ અને પુડુચેરીમાં પ્રચારના પડઘમ શાંત, આજથી ‘સાયલન્સ પિરિયડ’ શરૂ

Curtain Down on Campaigning: આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ચૂંટણી પંચના નિર્દેશાનુસાર, આજે મંગળવારે સાંજે 5 વાગ્યાથી સાયલન્સ પિરિયડ’ અમલી બનશે, જે મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાનો નિર્ણાયક સમયગાળો છે.

Curtain Down on Campaigning

 Curtain Down on Campaigning: પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ

‘જન પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951’ની કલમ 126 મુજબ, આ 48 કલાક દરમિયાન કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાશે નહીં:

  • જાહેર પ્રવૃત્તિ: રેલીઓ, સભાઓ, સરઘસો અને જનસંપર્ક પર પ્રતિબંધ.
  • ડિજિટલ પ્લેટફોર્મ: સોશિયલ મીડિયા, બલ્ક SMS અને ફોન કોલ્સ દ્વારા મત માંગી શકાશે નહીં.
  • બહારના કાર્યકરો: જે કાર્યકરો તે મતવિસ્તારના રજિસ્ટર્ડ મતદાર નથી, તેમને તાત્કાલિક વિસ્તાર છોડવા આદેશ અપાયો છે.
Curtain Down on Campaigning

Curtain Down on Campaigning:  પુડુચેરીના ‘સ્ટેટહુડ’ મુદ્દે સ્ટાલિનનો કેન્દ્ર પર પ્રહાર

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે તમિલનાડુના મુખ્યમંત્રી અને DMK અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પુડુચેરીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીને વેગ આપતા જણાવ્યું હતું કે:

“પુડુચેરી વિધાનસભાએ અત્યાર સુધીમાં 14 વખત પૂર્ણ રાજ્યના દરજ્જા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે દરેક વખતે આ લોકતાંત્રિક માંગને ઠુકરાવી દીધી છે. ભાજપ સરકારને આ પ્રદેશના વિકાસ કે સ્વાયત્તતામાં કોઈ રસ નથી.”

Curtain Down on Campaigning: શું છે આગામી ગણિત?

આ ત્રણેય રાજ્યોમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. એક તરફ કેરળમાં ડાબેરી ગઠબંધન ઇતિહાસ રચવા મથે છે, તો આસામમાં ભાજપ સત્તા ટકાવી રાખવા મક્કમ છે. બીજી તરફ, પુડુચેરીમાં રાજ્યના દરજ્જાનો મુદ્દો ચૂંટણીના છેલ્લા કલાકોમાં કેન્દ્રસ્થાને રહ્યો છે.

ચૂંટણી પંચની સૂચના: તમામ મતદારોને નિર્ભય થઈને મતદાન કરવા અને આદર્શ આચારસંહિતાનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઈરાન માટે ‘બ્લેક ટ્યુઝડે’: ટ્રમ્પનું આખરી અલ્ટીમેટમ – “આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સમજૂતી કરો, નહીં તો ઈરાનને નરક બનાવી દઈશું”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments