HomeGujaratSurat Shocker: રાંદેરમાં 'સામે જોવા' જેવી સામાન્ય બાબતે લોહિયાળ ખેલ, બે ભાઈઓ...

Surat Shocker: રાંદેરમાં ‘સામે જોવા’ જેવી સામાન્ય બાબતે લોહિયાળ ખેલ, બે ભાઈઓ પર જીવલેણ હુમલો

Surat Shocker: શહેરના રાંદેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. જહાંગીરાબાદ પાસે માત્ર ‘સામે કેમ જુઓ છો’ જેવી સામાન્ય વાતમાં બે જૂથો વચ્ચે હથિયારો સાથે ધિંગાણું થયું હતું. મોપેડ પર આવેલા 6 શખ્સોએ બે ભાઈઓને લાકડાના ફટકા અને ચપ્પુના ઘા ઝીંકી અધમૂઆ કરી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે.

Surat Shocker

Surat Shocker:  ઘટનાની વિગત: 1 મિનિટ સુધી રોડને બાનમાં લીધો

જહાંગીરાબાદની રામા રેસિડેન્સી પાસે મોહિત કપૂર, તેનો ભાઈ યશ અને પિતરાઈ ભાઈ સમર્થ ઉભા હતા. આ દરમિયાન એક મોપેડ સવાર સાથે યશને રસ્તો ક્રોસ કરતી વખતે ‘સામે જોવા’ બાબતે બોલાચાલી થઈ હતી.

થોડી જ વારમાં હુમલાખોર પોતાના અન્ય 5 સાગરીતો સાથે બે મોપેડ પર હથિયારો (ચપ્પુ, લાકડાના ધોકા અને બેલ્ટ) લઈને પરત ફર્યો હતો. આ ટોળકીએ આવતાની સાથે જ સમર્થ, મોહિત અને યશ પર તૂટી પડ્યા હતા. લગભગ એક મિનિટ સુધી રોડ પર ભયનું વાતાવરણ સર્જાયું હતું.

Surat Shocker

Surat Shocker: CCTVમાં કેદ થયો ખૂની ખેલ

Surat Shocker

CCTV ફૂટેજમાં દેખાય છે કે હુમલાખોરો કેવી બેરહેમીથી ત્રણેય યુવાનોને મારી રહ્યા છે. હુમલા દરમિયાન એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Surat Shocker: પોલીસ કાર્યવાહી: બેની ધરપકડ, એક કિશોરની અટકાયત

ઘટનાની ગંભીરતા જોઈ રાંદેર પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ઉગત કેનાલ રોડ પાસેથી બે આરોપીઓની ધરપકડ કરી છે:

  1. અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ (19 વર્ષ)
  2. સાહીલ પવાર (18 વર્ષ) આ ઉપરાંત, કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે.

ત્રણ શખ્સો હજુ પણ ફરાર

પોલીસ તપાસમાં અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલ્યા છે, જે હાલ વોન્ટેડ છે:

  • ફેનીલ પટેલ
  • રાજ સીંઘે
  • નકુલ પટેલ

પોલીસે આ તમામ વિરુદ્ધ હત્યાની કોશિશ (Attempt to Murder) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આસામ, કેરળ અને પુડુચેરીમાં પ્રચારના પડઘમ શાંત, આજથી ‘સાયલન્સ પિરિયડ’ શરૂ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments