Home State Gujarat New Ranip Murder Case: અનૈતિક સંબંધોમાં નડતરરૂપ પત્નીની પતિએ જ કરી હત્યા,...

New Ranip Murder Case: અનૈતિક સંબંધોમાં નડતરરૂપ પત્નીની પતિએ જ કરી હત્યા, PM રિપોર્ટે ખોલી ‘ચક્કર આવવાની’ ખોટી વાર્તા

0
296
New Ranip Murder Case
New Ranip Murder Case

New Ranip Murder Case: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં 4 એપ્રિલના રોજ થયેલા એક શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો છે. પરસ્ત્રી સાથેના સંબંધોમાં પાગલ પતિએ જ પોતાની પત્ની કોમલનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટમાં થયો છે. આરોપી પતિ હર્ષ પ્રજાપતિએ અગાઉ આ હત્યાને કુદરતી મોત ગણાવી પોલીસ અને પરિવારને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.

New Ranip Murder Case

New Ranip Murder Case: પ્રેમલગ્નનો કરુણ અંશ: શું હતી સમગ્ર ઘટના?

કોમલ અને હર્ષના લગ્ન વર્ષ 2022માં બંને પરિવારોની સંમતિથી થયા હતા. લગ્ન બાદ તેમને એક દીકરો પણ છે. જોકે, હર્ષને ઉવારસદ ખાતેની કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટીમાં નોકરી દરમિયાન અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો બંધાયા હતા.

  • ત્રાસ અને ધમકી: કોમલને આ સંબંધોની જાણ થતા હર્ષ તેને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપતો અને છૂટાછેડા માટે દબાણ કરતો હતો.
  • પિતાની શંકા: 4 એપ્રિલે જ્યારે કોમલના પિતા ઈશ્વરભાઈ ઠાકોરને દીકરી બીમાર હોવાનો ફોન આવ્યો અને તેઓ પહોંચ્યા ત્યારે દીકરી મૃત હાલતમાં હતી. જમાઈ હર્ષે વાર્તા ઘડી કે, “બાથરૂમમાંથી બહાર આવતા ચક્કર આવ્યા અને ઉલટી થતા મોત થયું.”
New Ranip Murder Case

New Ranip Murder Case: PM રિપોર્ટે હકીકત સામે આણી

દીકરીના શરીરે નિશાન અને જમાઈની વર્તણૂક પર શંકા જતાં પિતાએ પોલીસ તપાસની માંગ કરી હતી. સાબરમતી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી, જેમાં સ્પષ્ટ થયું કે કોમલનું મોત ગળું દબાવવાને કારણે (Strangulation) થયું છે. આ રિપોર્ટ આવતા જ પોલીસે હર્ષની કડક પૂછપરછ કરી, જેમાં તેણે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

New Ranip Murder Case

New Ranip Murder Case: “મારો દીકરો મમ્મી-મમ્મી કરી રહ્યો છે” – માતાની આક્રંદ

કોમલના પિતા ઈશ્વરભાઈ, જેઓ ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવે છે, તેમણે ભારે હૈયે ન્યાયની માંગ કરી છે. કોમલની માતાએ જણાવ્યું કે તેમનો માસૂમ પૌત્ર હજુ પણ તેની માતાને શોધી રહ્યો છે અને “મમ્મી-મમ્મી” કરી રહ્યો છે, જે સાંભળીને સૌની આંખો ભીની થઈ જાય છે.

New Ranip Murder Case: પોલીસ કાર્યવાહી

રાણીપ પોલીસે આરોપી પતિ હર્ષ પ્રજાપતિ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પત્નીને રસ્તામાંથી હટાવી બીજી પત્ની લાવવાના હર્ષના મનસૂબાએ એક માસૂમ બાળક પાસેથી તેની માતા છીનવી લીધી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આસામ, કેરળ અને પુડુચેરીમાં પ્રચારના પડઘમ શાંત, આજથી ‘સાયલન્સ પિરિયડ’ શરૂ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે