India-Pak War of Words: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે, જો ભારત કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરશે તો આ વખતે જંગ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ પાકિસ્તાની સેના કોલકાતા સુધી પહોંચી શકે છે.

India-Pak War of Words: પાકિસ્તાનનો ‘ફોલ્સ ફ્લેગ’ ઓપરેશનનો દાવો
સિયાલકોટમાં પત્રકારો સાથે વાત કરતા ખ્વાજા આસિફે આક્ષેપ કર્યો હતો કે:
- ભારત પાકિસ્તાનને બદનામ કરવા માટે ‘ખોટો ડ્રામા’ (ફોલ્સ ફ્લેગ ઓપરેશન) રચવાની યોજના બનાવી રહ્યું છે.
- તેમણે દાવો કર્યો કે ભારત પુરાવા વગર પાકિસ્તાન પર આતંકવાદના આરોપ લગાવી રહ્યું છે.
- આસિફે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર અને ભારત મળીને પાકિસ્તાન વિરુદ્ધ ‘પ્રોક્સી વોર’ ચલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

India-Pak War of Words: ભારતની સ્પષ્ટ ચેતવણી: “ઘરમાં ઘૂસીને મારીશું”
પાકિસ્તાનની આ ગીધડભભકી સામે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કેરળમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે:
- ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જો પાકિસ્તાન ફરી કોઈ નાપાક હરકત કરશે, તો ભારતીય સેના એવો જવાબ આપશે જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.
- ભારતે અગાઉ પણ સાબિત કર્યું છે કે તે આતંકવાદના આકાઓને તેમના ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા ધરાવે છે.
India-Pak War of Words: ઓપરેશન સિંદૂરનો ઇતિહાસ
મે 2025માં પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. જેમાં:
- પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકીઓના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી.
- લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર સહિત 100થી વધુ આતંકીઓનો સફાયો બોલાવવામાં આવ્યો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં 11,000 બૂથ સંવેદનશીલ જાહેર, સવા લાખ પોલીસકર્મીઓની રજાઓ રદ




