CM Rescues Elderly Mother Ousted by Son: મુખ્યમંત્રીનો ‘નાગરિક દેવો ભવઃ’ અભિગમ: રાજ્ય સ્વાગતમાં 3512 રજૂઆતોનો નિકાલ, વૃદ્ધ માતા અને 300 બાળકોના પ્રશ્ને CMની સંવેદનશીલતા

0
194
CM Rescues Elderly Mother Ousted by Son
CM Rescues Elderly Mother Ousted by Son

CM Rescues Elderly Mother Ousted by Son: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમમાં જનતાના પ્રશ્નો પ્રત્યે અત્યંત સંવેદનશીલતા દાખવી છે. ‘નાગરિક દેવો ભવઃ’ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલી કુલ 3512 રજૂઆતો પર ત્વરિત કાર્યવાહી કરવા વહીવટી તંત્રને કડક આદેશો આપવામાં આવ્યા છે.

CM Rescues Elderly Mother Ousted by Son:વૃદ્ધ માતાની વહારે આવ્યા CM પુત્ર-પુત્રવધૂ સામે કડક વલણ

કાર્યક્રમ દરમિયાન એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક વૃદ્ધ માતાને તેમના જ પુત્ર અને પુત્રવધૂએ ઘરમાંથી કાઢી મૂકી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક કલેક્ટર અને SPને આદેશ આપ્યો કે નાયબ કલેક્ટરના હુકમનો કડક અમલ કરાવી વૃદ્ધાને ન્યાય અપાવવો અને ભવિષ્યમાં તેમને કોઈ હેરાનગતિ ન થાય તે સુનિશ્ચિત કરવું.

CM Rescues Elderly Mother Ousted by Son

CM Rescues Elderly Mother Ousted by Son: 300 બાળકોના શિક્ષણનો માર્ગ મોકળો

બનાસકાંઠાની સરદાર કૃષિનગર યુનિવર્સિટી, દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળાના મકાનનો પ્રશ્ન અટવાયેલો હતો. 300 બાળકોનું ભવિષ્ય જોખમાતું જોઈ મુખ્યમંત્રીએ યુનિવર્સિટી તંત્રને તાત્કાલિક ધોરણે શાળાના પાકા બાંધકામ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી.

CM Rescues Elderly Mother Ousted by Son: ખેડૂતોના પ્રશ્નોનું ‘સુજલામ સુફલામ’ હેઠળ નિરાકરણ

ખેડૂતોની જમીન ધોવાણ અટકાવવા માટે દહેગામની ખારી નદીમાં રહેલા અવરોધો (બાવળ અને ઝાડી-ઝાંખરા) દૂર કરવા ‘સુજલામ સુફલામ યોજના’ હેઠળ તાત્કાલિક કામગીરી કરવા આદેશ અપાયા છે. આ ઉપરાંત:

  • ખેતરોમાં પસાર થતી ગટર લાઇનનું લીકેજ બંધ કરવા સૂચના.
  • ખેતરમાં જવાના રસ્તા પરથી દબાણો હટાવવા તંત્રને તાકીદ.

સ્વાગત કાર્યક્રમના આંકડાકીય વિગત (માર્ચ-2026)

ઓનલાઇન ફરિયાદ નિવારણના આ મજબૂત માધ્યમ દ્વારા રાજ્યના તમામ સ્તરે રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે:

કાર્યક્રમનું સ્તરરજૂઆતોની સંખ્યા
રાજ્ય સ્વાગત100 થી વધુ
જિલ્લા સ્વાગત1218
તાલુકા સ્વાગત2294
કુલ નિકાલ3512

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો :  ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર કરી, રાજ્યમાં 4.18 કરોડ મતદારોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ