Mini Cyclone Hits Gujarat: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ ‘મીની વાવાઝોડા’ જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે ફૂંકાયેલા ભારે પવન અને કમોસમી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પવનના જોરને કારણે અનેક જગ્યાએ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.
Mini Cyclone Hits Gujarat: ભારે પવનથી થયેલું નુકસાન

- અમદાવાદ: શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. અનેક વિસ્તારોમાં ઝાડની ડાળીઓ તૂટી પડી છે, જ્યારે ઉજાલા અને વણઝર જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
- વિસનગર: જોરદાર પવનને કારણે અનેક દુકાનોના પતરાના શેડ ધરાશાયી થયા છે અને મોટા હોર્ડિંગ્સ હવામાં ઉડતા જોવા મળ્યા હતા.
- બનાસકાંઠા: કાંકરેજ અને ઓગડ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અહીં ભારે પવનને કારણે ઘરો પર લગાવેલી સોલાર પેનલો ઉડી જવાની ઘટનાઓ બની છે.
- હિંમતનગર: હિંમતનગરમાં પણ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાતા વીજળી ગુલ થઈ ગઈ હતી.
Mini Cyclone Hits Gujarat: કેમ સર્જાઈ આ સ્થિતિ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ માવઠાંની સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમ આગામી 20 માર્ચ સુધી સક્રિય રહેશે, જેના કારણે હજુ પણ વરસાદી માહોલ જળવાઈ શકે છે.
Mini Cyclone Hits Gujarat: આગામી આગાહી અને તાપમાન
- વરસાદની આગાહી (19 માર્ચ): બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ સહિત 25થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
- વરસાદની આગાહી (20 માર્ચ): સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં માવઠું પડી શકે છે.
- તાપમાન: વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને આંશિક રાહત આપશે.




