Hospital Horror in Odisha: ઓડિશાના કટકમાં આવેલી પ્રતિષ્ઠિત SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરના ICU માં લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
Hospital Horror in Odisha: કેવી રીતે બની ઘટના?

- સમય: રવિવારે મોડી રાત્રે આશરે 3 વાગ્યે જ્યારે હોસ્પિટલમાં સન્નાટો હતો, ત્યારે અચાનક પહેલા માળે આવેલા ટ્રોમા કેર ICU માં આગ ફાટી નીકળી હતી.
- કારણ: પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.

Hospital Horror in Odisha: જાનના જોખમે બચાવ કામગીરી
આગ લાગતા જ હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી. દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસમાં હોસ્પિટલના 11 કર્મચારીઓ પણ ગંભીર રીતે દાઝ્યા છે. ધુમાડો અને જ્વાળાઓ વચ્ચે કર્મચારીઓએ પોતાની જાનની પરવા કર્યા વગર બચાવ કામગીરી હાથ ધરી હતી.

મુખ્યમંત્રીએ કરી વળતરની જાહેરાત
ઘટનાની જાણ થતા જ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી અને નીચે મુજબની જાહેરાતો કરી છે:
- વળતર: મૃતકોના પરિવારજનોને ₹25-25 લાખ ની સહાય આપવામાં આવશે.
- તપાસ: ઘટના પાછળ કોની બેદરકારી છે તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :ગાંધીનગરમાં એસીબીનો મોટો સપાટો: સ્ટેટ IBનો સિનિયર ઓફિસર ₹80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો




