Home Stock Market Market Bloodbath: શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે રોકાણકારોના ₹10 લાખ કરોડ...

Market Bloodbath: શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા

0
185

Market Bloodbath: ભારતીય શેરબજાર માટે આજનો શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને ખાસ કરીને ઈરાન યુદ્ધની દહેશતને કારણે દલાલ સ્ટ્રીટમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી હતી. સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે બજાર લાલ નિશાનમાં બંધ રહ્યું હતું, જેમાં રોકાણકારોની સંપત્તિમાં ગણતરીના કલાકોમાં જ ₹10 લાખ કરોડનો જંગી ઘટાડો થયો છે.

Market Bloodbath: બજારની સ્થિતિ એક નજરે

શુક્રવારે કારોબારના અંતે બજારમાં સર્વત્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું:

  • BSE સેન્સેક્સ: 1470.50 પોઈન્ટના ઘટાડા સાથે 74,563 પર બંધ.
  • NSE નિફ્ટી: 488.05 પોઈન્ટ ગગડીને 23,151.10 ના સ્તર પર સ્થિર.

Market Bloodbath: બજારમાં કડાકાના 4 મુખ્ય કારણો

Market Bloodbath

1. કાચા તેલના ભાવમાં ભડકો: ઈરાન દ્વારા ઓઈલ ટેન્કરો પરના હુમલા બાદ સપ્લાય ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 100.5 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી મોંઘવારી વધવાની આશંકાએ બજાર ગભરાયું છે.

2. વૈશ્વિક બજારોમાં નબળાઈ: માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. અમેરિકાનો Dow Jones આ વર્ષે પ્રથમ વખત 47,000ની નીચે સરક્યો છે. જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ મોટા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

3. વિદેશી રોકાણકારો (FII) ની ભાગબટાઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે. માત્ર માર્ચ મહિનામાં જ FII એ ₹39,000 કરોડ થી વધુની વેચવાલી કરી છે, જે બજાર માટે મોટો ઝટકો છે.

4. રૂપિયાનું ઐતિહાસિક પતન: ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડીને 92.37 ના ઓલ-ટાઈમ લો લેવલ પર પહોંચી ગયો છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે વિદેશી રોકાણકારોમાં ફાળફાટ વ્યાપી છે.

આ પણ વાંચો :પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, કંધારમાં તેલના ડેપો પર એરસ્ટ્રાઈક

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે