₹55 Crore Mega Project:અમદાવાદને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: ઘાટલોડિયામાં શહેરની સૌથી મોટી પાણીની ટાંકી અને હાઈટેક સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ

    0
    387
    ₹55 Crore Mega Project
    ₹55 Crore Mega Project

    ₹55 Crore Mega Project: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયા અને અમદાવાદના પશ્ચિમ વિસ્તારના રહીશો માટે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રીએ રૂ. 55.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની સૌથી મોટી ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી છે.

    ₹55 Crore Mega Project:

    ₹55 Crore Mega Project:1.25 લાખ નાગરિકોને મળશે શુદ્ધ પાણી

    ઘાટલોડિયા વોર્ડમાં ટી.પી.-2 વિસ્તારમાં નિર્મિત આ નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન અનેક રીતે ખાસ છે:

    • વિક્રમી ક્ષમતા: આ ટાંકી અમદાવાદ શહેરની અત્યાર સુધીની સૌથી મોટી ક્ષમતા ધરાવતી ટાંકી છે, જેની ક્ષમતા 2.50 કરોડ લિટર (ભૂગર્ભ) અને 25 લાખ લિટર (ઓવરહેડ) છે.
    • પાણીનું પ્રેશર: આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી ઘાટલોડિયા અને આસપાસના 4 કિલોમીટર વિસ્તારમાં રહેતા આશરે 1.25 લાખ લોકોને હવે પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળશે.
    • સ્ટેગર્ડ સપ્લાયનો અંત: વર્ષોથી ચાલી આવતી સ્ટેગર્ડ સપ્લાયની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવશે.
    ₹55 Crore Mega Project:

    ₹55 Crore Mega Project:ગુરુદ્વારા પાસે નવી હાઈટેક સબ ઝોનલ ઓફિસ

    નાગરિકોને કોર્પોરેશનલક્ષી સેવાઓ ઘરઆંગણે મળી રહે તે માટે એસ.જી. હાઈવે પર ગુરુદ્વારા પાસે નવી સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઓફિસનું નામ સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ સબ ઝોનલ ઓફિસ’ રાખવામાં આવ્યું છે. આ સુવિધાથી પશ્ચિમ વિસ્તારના રહીશોને ઝોનલ ઓફિસ સુધી લાંબા થવું પડશે નહીં.

    ₹55 Crore Mega Project:

    ₹55 Crore Mega Project:દબાણો દૂર કરી મેળવી હતી જમીન

    ડેપ્યુટી મેયર જતિન પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે જમીન મેળવવી પડકારજનક હતી. કલેક્ટર હસ્તકના પ્લોટ પર વર્ષો જૂના દબાણો હતા, જેને કલેક્ટર સાથે સંકલન કરી દૂર કરવામાં આવ્યા હતા અને જમીનનું પઝેશન મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 1.26 કરોડ જમા કરાવ્યા હતા.

    ₹55 Crore Mega Project:

    ₹55 Crore Mega Project:જનતા સાથે CMનો સીધો સંવાદ

    લોકાર્પણ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી અને સહજતાનો પરિચય આપ્યો હતો. તેમણે ત્યાં ઉપસ્થિત સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, લોકો સાથે હાથ મિલાવ્યા હતા અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો : ચાલતી ટ્રેનમાં લોહિયાળ ખેલ: શંકરાચાર્ય પર FIR નોંધાવનાર આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલો, નાક કાપવાનો પ્રયાસ

    રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે