Holi Dhuleti 2026: વર્ષ 2026માં રંગોનો પર્વ હોળી-ધૂળેટી આસ્થા અને ખગોળીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ બની રહેશે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળીના પર્વ પર ‘ચંદ્રગ્રહણ’નો વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની આ સ્થિતિ જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે.
Holi Dhuleti 2026: હોળાષ્ટક: 24 ફેબ્રુઆરીથી શુભ કાર્યો પર બ્રેક
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે, જેમાં લગ્ન, જનોઈ કે વાસ્તુ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.
- પ્રારંભ: 24 ફેબ્રુઆરી 2026, મંગળવાર.
- પૂર્ણહુતિ: 3 માર્ચ 2026 (ધૂળેટીના દિવસે).
Holi Dhuleti 2026: હોળી પ્રાગટ્ય અને મુહૂર્ત (2 માર્ચ 2026)
ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે. આ વર્ષે હોળી પ્રાગટ્ય માટે સાંજે ખૂબ જ ટૂંકો અને મર્યાદિત સમય મળી રહ્યો છે.
- પૂનમ તિથિ પ્રારંભ: 2 માર્ચ, સોમવાર સાંજે 5:55 કલાકે.
- પૂજન-પ્રાગટ્ય મુહૂર્ત: સાંજે 6:40 થી રાત્રે 9:05 સુધી.
ભદ્રાનો વિચાર: પૂનમની સાથે જ સાંજે 5:55 થી ભદ્રા (વિષ્ટિ કરણ) શરૂ થશે. જોકે, સોમવારની ભદ્રા કલ્યાણકારી માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે ભદ્રાના મુખના ભાગનો ત્યાગ કરી પૂછ ભાગમાં ધાર્મિક વિધિઓ કરી શકાશે.
Holi Dhuleti 2026: ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ: ભારતમાં દેખાશે
3 માર્ચ 2026, મંગળવારના રોજ જ્યારે આખો દેશ ધૂળેટીના રંગોમાં રંગાયેલો હશે, ત્યારે આકાશમાં ખગોળીય ઘટના સ્વરૂપે ચંદ્રગ્રહણ સર્જાશે.
- દ્રશ્યતા: આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું ધાર્મિક મહત્વ વધી જશે.
- ધાર્મિક અસર: ગ્રહણને કારણે મંદિરોના દ્વાર અને પૂજાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
- સાધના માટે શ્રેષ્ઠ: જ્યોતિષીઓના મતે આ દિવસ મંત્ર-સાધના અને દાન-પુણ્ય માટે અત્યંત સંવેદનશીલ અને ફળદાયી રહેશે.




