HomeDeshIndia Malaysia Strategic Leap: ભારત-મલેશિયા સંબંધોમાં નવો અધ્યાય: સેમિકન્ડક્ટર અને AI સહિત...

India Malaysia Strategic Leap: ભારત-મલેશિયા સંબંધોમાં નવો અધ્યાય: સેમિકન્ડક્ટર અને AI સહિત 6 મોટા કરારો પર મહોર, આતંકવાદ મુદ્દે PM મોદીની કડક ચેતવણી

India Malaysia Strategic Leap: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. કુઆલાલંપુરમાં પીએમ મોદી અને મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમની હાજરીમાં બંને દેશોએ ૬ મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ બેઠકમાં પીએમ મોદીએ આતંકવાદના મુદ્દે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, “આતંકવાદ મુદ્દે હવે કોઈનું પણ બેવડું વલણ ચલાવી લેવામાં આવશે નહીં.”

India Malaysia Strategic Leap

India Malaysia Strategic Leap:ભવિષ્યની ટેકનોલોજી પર ફોકસ: સેમિકન્ડક્ટર અને AI

બંને દેશોએ પરંપરાગત ક્ષેત્રોની સાથે આધુનિક ટેકનોલોજીમાં સહયોગ વધારવા પર મહોર લગાવી છે. જે મુખ્ય ૬ ક્ષેત્રોમાં કરારો થયા છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • સેમિકન્ડક્ટર વિકાસ: ભારત અને મલેશિયા ચિપ મેન્યુફેક્ચરિંગમાં એકબીજાને મદદ કરશે.
  • સુરક્ષા અને સંરક્ષણ: દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી.
  • આરોગ્ય સેવાઓ: તબીબી ક્ષેત્રે ટેકનોલોજીનું આદાન-પ્રદાન.
  • ભ્રષ્ટાચાર વિરોધી અને આપત્તિ વ્યવસ્થાપન: બંને દેશો વહીવટી પારદર્શિતા અને કુદરતી આફતો સામે લડવા સાથે મળીને કામ કરશે.
  • સામાજિક સુરક્ષા: મલેશિયામાં કામ કરતા ભારતીય કામદારોના હિતોના રક્ષણ માટે વિશેષ કરાર.

India Malaysia Strategic Leap:સાંસ્કૃતિક સેતુ: થિરુવલ્લુવર કેન્દ્રની સ્થાપના

પીએમ મોદીએ તમિલ સંસ્કૃતિ અને ઈતિહાસને સન્માન આપતા મલેશિયા યુનિવર્સિટી ખાતે થિરુવલ્લુવર કેન્દ્ર’ સ્થાપવાની અને વિશેષ સ્કોલરશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ભારતીય નાગરિકોની સુવિધા માટે મલેશિયામાં નવું ભારતીય કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આતંકવાદ પર આકરા તેવર

દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ સુરક્ષાના મુદ્દે ભાર મૂકતા જણાવ્યું કે, આતંકવાદ અને કટ્ટરવાદ સામેની લડાઈમાં બંને દેશો એકજૂટ છે. આડકતરી રીતે ભાગેડુ ઝાકિર નાઈક જેવા મુદ્દાઓ તરફ ઈશારો કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે આતંકવાદને પોષનારા કે તેને આશ્રય આપનારાઓ સામે કડક વલણ અપનાવવું અનિવાર્ય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Ahmedabad News : અમદાવાદમાં વાહનચાલકોની કસોટી: શાસ્ત્રી બ્રિજ 11 મહિના માટે બંધ, વિશાલાથી પિરાણા વચ્ચેના રસ્તા પર ડાયવર્ઝન જાહેર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments