Home Desh Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ: વિકાસ, આરોગ્ય અને રેલવે પર...

Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવમું બજેટ: વિકાસ, આરોગ્ય અને રેલવે પર ફોકસ, શું સસ્તું થયું અને શું મોંઘું થયું જાણો

0
286
Budget
Budget

Budget 2026:નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમનું બજેટ ભાષણ કુલ 85 મિનિટ સુધી ચાલ્યું હતું. બજેટ 2026માં સરકારે વિકાસ, આરોગ્ય, રેલવે અને નવનિર્માણ પર ખાસ ભાર મૂક્યો છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ બજેટ દેશના માળખાકીય વિકાસ સાથે સામાન્ય નાગરિકને સીધી રાહત આપવા માટે રચાયું છે.

Budget 2026:7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત

Budget 2026

બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ દેશભરમાં 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી. આ કોરિડોર શરૂ થતાં મુસાફરીનો સમય ઘટશે અને યાત્રીઓ માટે સફર વધુ ઝડપી તથા સુવિધાજનક બનશે. રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Budget 2026:આરોગ્ય ક્ષેત્રને મોટો વેગ

આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા 3 આયુર્વેદિક AIIMS સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવાર સસ્તી બને તે માટે કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો દર્દીઓને સીધી રાહત મળશે.

Budget 2026:બજેટમાં શું થયું સસ્તું?

બજેટ 2026માં કેટલાક દૈનિક ઉપયોગ અને આરોગ્ય સાથે જોડાયેલા ઉત્પાદનો સસ્તા બન્યા છે.

ચામડાના ઉત્પાદનની વસ્તુઓ, જૂતા અને બેગ સસ્તા થશે
સોલાર ઊર્જા માટેની સામગ્રી સસ્તી થશે
કેન્સર અને ડાયાબીટીસની દવાઓ સસ્તી થશે
માઇક્રોવેવ ઓવનના ભાવમાં ઘટાડો થશે

Budget 2026

બજેટમાં શું થયું મોંઘું?

સરકારએ આવક વધારવા અને નિયમન માટે કેટલાક ઉત્પાદનો પર ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે નીચેના ઉત્પાદનો મોંઘા બનશે.

Budget 2026

શરાબ
ખનીજ
સ્ક્રેપ
સિગારેટ અને તમાકુ ઉત્પાદનો

નાણામંત્રીએ જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાને ગતિ આપવાની સાથે આરોગ્ય અને પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને આરોગ્ય અને રેલ્વે ક્ષેત્રમાં કરાયેલી જાહેરાતોને લાંબા ગાળે દેશ માટે લાભદાયી માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો :2026 Live UPDATES: બજેટમાં મોટી જાહેરાત: દેશમાં 3 નવા AIIMS અને 7 હાઈસ્પીડ રેલવે કોરિડોર બનશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે