Budget Day:કેન્દ્રિય બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પરંપરા મુજબ રાષ્ટ્રપતિ મુર્મુએ નાણામંત્રીને દહીં-ખાંડ ખવડાવી શુભેચ્છા પાઠવી. આ પહેલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચી હતી, જ્યાંથી તેમણે બજેટ ટેબ્લેટ સાથે રાષ્ટ્રપતિ ભવન તરફ પ્રસ્થાન કર્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું . આ તેમનું સતત આઠમું બજેટ હશે. બજેટને લઈને દેશભરના મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ, ખેડૂતો અને ઉદ્યોગ જગતની નજર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં સરકાર દ્વારા 5 મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે.

Budget Day: ઇન્કમ ટેક્સમાં મોટી રાહતની શક્યતા
બજેટ પહેલા સૌથી મોટી અટકળ નોકરિયાત વર્ગ માટે ઇન્કમ ટેક્સ રાહતને લઈને છે. નવી ટેક્સ રિઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજારથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આવું થાય તો 13 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી બની શકે છે, જે મધ્યમ વર્ગ માટે મોટી રાહત ગણાશે.
Budget Day: સોનાં-ચાંદીના ભાવ ઘટી શકે
બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ઇમ્પોર્ટ ડ્યુટી ઘટે તો સોનાં-ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે, જે લગ્ન સીઝન અને રોકાણકારો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
Budget Day: મિડલ ક્લાસની 5 મોટી વિશલિસ્ટ
- ઇનકમ ટેક્સ રાહત
નવી ટેક્સ રિઝીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 1 લાખ રૂપિયા સુધી વધારવાની શક્યતા, જેથી 13 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થઈ શકે. - PM-કિસાન સન્માન નિધિ
ખેડૂતો માટે PM-કિસાન યોજનાની વાર્ષિક સહાય 6 હજારથી વધારીને 9 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ માંગ ઉઠી રહી છે. - રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે 300થી વધુ નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોની જાહેરાત શક્ય છે. રેલવેને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ફાળવાઈ શકે છે. - PM સૂર્ય ઘર યોજના
2 કિલોવોટ સુધીના સોલર સિસ્ટમ પર મળતી સબસિડી 30 હજારથી વધારીને 40 હજાર રૂપિયા પ્રતિ કિલોવોટ કરવામાં આવી શકે છે. - આયુષ્માન ભારત યોજના
PM-JAY યોજનાનો વ્યાપ વધારવાની તૈયારી છે. અત્યારે 70 વર્ષથી ઉપરના વડીલોને મળતો લાભ, ઉંમર ઘટાડીને 60 વર્ષ સુધી લાવવામાં આવી શકે છે.
હવે દેશભરના નાગરિકોની નજર સવારે 11 વાગ્યે રજૂ થનારા બજેટ પર છે, જેમાંથી ખબર પડશે કે સરકાર કોને કેટલી મોટી ભેટ આપે છે.
બજેટ 2026 Live UPDATES :
બજેટની મોટી જાહેરાતો
7 મિનિટ પહેલા :ટેક્સમાં મધ્યમવર્ગને રાહત આપવાની વાત કરી
પૂર્વોત્તરના 5 રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ બનાવવામાં આવશે
રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે રાખવાનું લક્ષ્ય
મેડિકલ ટુરિઝમ – ભારતને મેડિકલ ટુરિઝમ હબ તરીકે પ્રોત્સાહન આપવા માટે, હું રાજ્યોને દેશમાં 5 પ્રાદેશિક હબ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે એક યોજનાનો પ્રસ્તાવ કરું છું.
ઇમરજન્સી અને ટ્રોમા કેર સેન્ટર –
પૂર્વદય યોજના – પૂર્વોત્તરના 5 રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ – અરુણાચલ, આસામ, સિક્કિમ, મિઝોરમ અને ત્રિપુરામાં બનાવવામાં આવશે.
રાજ્યોને મદદ – 16મા નાણાપંચની ભલામણો સ્વીકારવામાં આવી. રાજ્યોને ગ્રામીણ અને શહેરી સંસ્થાઓના વિકાસ માટે 1.4 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
અર્થતંત્રના 50 ટકાની આસપાસ દેવું રાખવાનું લક્ષ્ય – 2031 સુધીમાં હાંસલ કરીશું.
-આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડની ફાળવણી
– મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે.
– મેગા ટેક્સટાઈલ પાર્ક ઊભા કરાશે
– મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરાશે
– 200 વારસાઓની કાયાકલ્પ કરાશે.
– 1 હજારથી વધુ ક્લિનિકલ સાઈટ તૈયાર કરાશે
– ટીયર-2 અને ટીયર-3ના શહેરોનો વિકાસ કરાશે
– માળખાકીય સુવિધાઓ માટે 12.2 લાખ કરોડથી વધુની ફાળવણી
– MSMEને પ્રોત્સાહિત કરવા 10000 કરોડની ફાળવણી
– ગ્લોબલ બાયો ફાર્મા સેન્ટર માટે 10000 કરોડની ફાળવણી
– વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે
– દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે
– દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે.
– 4 રાજ્યોમાં રેર અર્થ મિનરલ માટે કોરિડોર વિકસાવાશે
– 7 હાઈસ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત કરાશે
– 5 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોના વિકાસ પર ભાર મૂકાશે
– એનઆરઆઈ હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે
– PROIમાં રોકાણની મર્યાદા 10 ટકાથી વધારી 20 ટકા કરાઈ.
– AI મિશન હેઠળ ઉદ્યોગોને મદદ કરવામાં આવશે.
– 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરાશે.
– દેશમાં ત્રણ નવી આયુર્વેદ AIIA બનશે.
– કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવાશે.
– જામનગરમાં WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે.
– દેશમાં 5 યુનિવર્સિટી ટાઉનશીપનું નિર્માણ કરાશે.
ભારતમાં ત્રણ નવા AIIAs સ્થાપિત કરાશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોગ્ય ક્ષેત્રમાં એક મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે ભારતમાં ત્રણ નવા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)ની સ્થાપના કરવામાં આવશે. વધુમાં, આયુષ ફાર્મસીઓમાં સુધારો કરવામાં આવશે. ઉચ્ચ-ગુણવત્તાવાળી પરીક્ષણ પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે.




