Home State Gujarat Rajkumar Jat Case: રાજકુમાર જાટ કેસમાં નવો વળાંક ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ...

Rajkumar Jat Case: રાજકુમાર જાટ કેસમાં નવો વળાંક ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ, 15 જાન્યુઆરીએ વધુ સુનાવણી

0
454
Rajkumar Jat
Rajkumar Jat

Rajkumar Jat Case: ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલે નાર્કો ટેસ્ટ દરમિયાન થયેલી પૂછપરછ અને તેના પરથી મળેલા તારણોની વિગત કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.

Rajkumar Jat Case

Rajkumar Jat Case: નાર્કો ટેસ્ટમાં પૂછાયા 31 પ્રશ્નો

સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નો મુખ્યત્વે ઘટનાના દિવસે બનેલી સમગ્ર ઘટનાક્રમ, સંભવિત મારામારી, ઘટનાના કારણો તેમજ જીવલેણ અકસ્માતની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવ્યા હતા.

Rajkumar Jat Case: કાવતરાનો પુરાવો મળ્યો નહીં?

સરકારી વકીલે કોર્ટમાં રિપોર્ટ ટાંકતા જણાવ્યું કે, નાર્કો ટેસ્ટના તારણો મુજબ આરોપી દ્વારા કોઈ પૂર્વયોજિત કાવતરું રચાયું હોવાનું સ્પષ્ટ થતું નથી. ઉપરાંત, અગાઉ આરોપીના ઘરે થયેલી જૂની માથાકૂટનો બદલો લેવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવા પણ કોઈ ઠોસ પુરાવા સામે આવ્યા નથી. જોકે, નાર્કો ટેસ્ટ બાદ લેબોરેટરી દ્વારા તપાસ અધિકારીને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું.

Rajkumar Jat Case: અરજદાર પક્ષે નાર્કો એનાલિસિસની માગ ઉઠાવી

બીજી તરફ, મૃતક રાજકુમાર જાટના પરિવાર તરફથી રજૂ થયેલા વકીલે માત્ર નાર્કો ટેસ્ટના તારણોથી સંતોષ ન માનતા નાર્કો એનાલિસિસ’ કરવાની માગ કરી હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારને અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસ રિપોર્ટની કોપી ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે.

15 જાન્યુઆરીએ નિર્ણાયક સુનાવણી

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી 15 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. આગામી સુનાવણીમાં એનાલિસિસ રિપોર્ટના આધારે નવા તથ્યો બહાર આવે તેવી શક્યતા છે. રાજકુમાર જાટનું મોત અકસ્માત હતું કે સુનિયોજિત હત્યા—તે રહસ્ય પરથી પડદો ઉચકવામાં હવે 15 જાન્યુઆરીની તારીખ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો :Surat News:સુરતમાં શોપિંગ મોલમાં MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ, લંડન કનેક્શનનો મોટો ખુલાસો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે