Home Desh Russia Steps In After US Strike on Venezuela:વેનેઝુએલામાં અમેરિકાના હુમલા બાદ રશિયા...

Russia Steps In After US Strike on Venezuela:વેનેઝુએલામાં અમેરિકાના હુમલા બાદ રશિયા મેદાનમાં મિત્ર દેશના સમર્થનમાં તાત્કાલિક ઘાતક સબમરીન તૈનાત

0
375
Russia Steps
Russia Steps

Russia Steps In After US Strike on Venezuela:અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો તણાવ હવે વૈશ્વિક સંઘર્ષ તરફ વળતો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હુમલો કરી પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીની ધરપકડ કર્યા બાદ સમગ્ર વિશ્વમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને લઈને રશિયાએ અમેરિકાની સખત નિંદા કરી છે અને હવે વેનેઝુએલાના સમર્થનમાં સીધું મેદાનમાં ઉતરી આવ્યું છે.

Russia Steps In After US Strike on Venezuela:દરિયામાં રશિયાનું શક્તિપ્રદર્શન

Russia Steps In After US Strike on Venezuela

વેનેઝુએલાની આસપાસના દરિયાઈ વિસ્તારમાં રશિયાએ પોતાની ઘાતક સબમરીન અને નૌકાદળના જહાજો તાત્કાલિક તૈનાત કરી દીધા છે. નિષ્ણાતો માને છે કે આ પગલું માત્ર વેનેઝુએલાની સુરક્ષા માટે નહીં પરંતુ અમેરિકા સામે સીધો વ્યૂહાત્મક સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે.

Russia Steps In After US Strike on Venezuela:ઓઈલ ટેન્કર બચાવવા રશિયાનું મોટું પગલું

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ફસાયેલા એક રશિયન સંકળાયેલા ઓઈલ ટેન્કરને અમેરિકાના કબજામાંથી બચાવવા માટે આ સૈન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટેન્કર હાલ મરીનરા’ નામે ઓળખાય છે, જે અગાઉ બેલા-1’ તરીકે જાણીતું હતું.

અમેરિકન કોસ્ટ ગાર્ડ લાંબા સમયથી આ જહાજ પર નજર રાખી રહ્યો હતો. અમેરિકાને શંકા છે કે આ ટેન્કર મારફતે રશિયા ગેરકાયદેસર રીતે ઓઈલની હેરાફેરી કરી રહ્યું હતું.

Russia Steps In After US Strike on Venezuela:અમેરિકી જપ્તીથી બચવા ‘માસ્ટરસ્ટ્રોક’

ડિસેમ્બર 2025માં જ્યારે અમેરિકન અધિકારીઓએ મધદરિયામાં આ જહાજ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે જહાજના ક્રૂ મેમ્બરોએ જીવ બચાવવા માટે આશ્ચર્યજનક પગલાં લીધા હતા. ખુલ્લા સમુદ્રમાં જ જહાજ પર રશિયાનો મોટો ધ્વજ દોરી નાખવામાં આવ્યો અને રાતોરાત જહાજનું નામ બદલીને ‘મરીનરા’ કરી દેવામાં આવ્યું હતું.

રાતોરાત રજિસ્ટ્રેશન, કાયદાકીય ગૂંચવણ

આટલું જ નહીં, કોઈ પૂર્વ તપાસ કે સામાન્ય ઔપચારિકતા વગર રશિયાએ તાત્કાલિક આ જહાજનું રજિસ્ટ્રેશન પોતાના દેશમાં કરી લીધું હતું. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અનુસાર, આ પગલું અત્યંત અસાધારણ છે અને તેનો હેતુ અમેરિકા દ્વારા કરવામાં આવતી જપ્તીની કાર્યવાહી કાયદાકીય રીતે અટકાવવાનો હતો.

વૈશ્વિક તણાવ વધુ ઘેરો થવાની શક્યતા

વેનેઝુએલામાં અમેરિકી કાર્યવાહી અને તેના જવાબમાં રશિયાની સબમરીન તૈનાતીથી વૈશ્વિક રાજનીતિમાં તણાવ વધુ ઘેરો બનતો જાય છે. અમેરિકા અને રશિયા આમને સામને આવતા વિશ્વભરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વિશ્લેષકો માને છે કે જો આ સંઘર્ષ આગળ વધ્યો તો તેની અસર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થાએ પડી શકે છે.

આ પણ વાંચો :S Jaishankar:‘વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત છીએ’, માદુરોની ધરપકડ બાદ જયશંકરનું મોટું નિવેદન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે