PM Modi :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (25 ડિસેમ્બર) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતી નિમિત્તે તેમણે લખનઉમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ પણ કર્યું.
પ્રેરણા સ્થળ પર યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, “અમારી સરકારે અનુચ્છેદ 370ની દીવાલ તોડી પાડી છે અને આજે ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે.”

PM Modi શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું
પીએમ મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરતાં કહ્યું કે, “તેમણે દેશને સ્પષ્ટ અને નિર્ણાયક દિશા આપી. ‘બે કાયદા, બે ધ્વજ અને બે વડા’ની વ્યવસ્થાને તેમણે સંપૂર્ણપણે નકારી કાઢી હતી. આ વ્યવસ્થા સ્વતંત્રતા પછી પણ જમ્મુ-કાશ્મીરમાં અમલમાં હતી, જે ભારતની અખંડિતતા માટે મોટો પડકાર બની હતી.”
PM Modi :મેડ ઇન ઇન્ડિયા અને સંરક્ષણ ક્ષેત્ર પર
વડાપ્રધાન મોદીએ મેડ ઇન ઇન્ડિયા અંગે વાત કરતાં જણાવ્યું કે, “આજે મેડ ઇન ઇન્ડિયાના ઉત્પાદનો વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે.” તેમણે ઉત્તર પ્રદેશમાં વિકસતી સંરક્ષણ કોરિડોરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “દેશની સંરક્ષણ ક્ષમતાઓ સતત મજબૂત બની રહી છે.”
PM Modi :ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઇલનો ઉલ્લેખ
સંબોધન દરમિયાન પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલની તાકાત સમગ્ર દેશે જોઈ. આ મિસાઇલનું નિર્માણ લખનઉમાં થઈ રહ્યું છે, જે ભારતની ટેકનિકલ અને ઔદ્યોગિક ક્ષમતાનું જીવતું ઉદાહરણ છે.”
આ પણ વાંચો :Aravalli:અરવલ્લીમાં નવી માઇનિંગ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય




