T20 world cup 2026 : ICC દ્વારા Men’s T20 વર્લ્ડ કપ 2026નું શિડ્યુલ ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું છે. આ મેગા ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરી, 2026થી 8 માર્ચ, 2026 સુધી ભારતમાં અને શ્રીલંકામાં રમાશે ,ટર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે, દરેક પાંચ ટીમોને ગ્રુપમાં વહેંચવામાં આવી છે , તમામ ટીમો ગ્રુપ સ્ટેજ, સુપર 8, સેમિફાઇનલ અને ફાઇનલ માંટે લડશે.ટીમોને ચાર જૂથમાં વિભાજીત કરવામાં આવી છે , જેમાં દરેક જૂથમાં 5 ટીમો આવશે. પછી ટોચની 2 ટીમો સુપર 8 સ્ટેજમાં આગળ વધશે.
T20 world cup 2026 : ભારત – પાકિસ્તાનની મેચ ક્યારે ?

- વિશ્વકપની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે, જેમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ Colombo, શ્રીલંકામાં મુકાબલો કરશે.
- ભારત પોતાની પહેલી મેચ તેજ 7 ફેબ્રુઆરીએ યુએસએ સામે મુંબઈમાં રમશે.
- ભારતીય ટીમનો સૌથી મોટો મુકાબલો, ભારત-પાકિસ્તાન મેચ, 15 ફેબ્રુઆરી, 2026ના રોજ Colombo ના R. Premadasa સ્ટેડિયમમાં યોજાશે.
T20 world cup 2026 : ટુર્નામેન્ટના સ્થળો

ટુર્નામેન્ટ માટે આઠ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે જેમાં છ ભારતમાં અને ત્રણ શ્રીલંકામાંમાં રાખવામાં આવ્યા છે,
T20 world cup 2026 : ભારતનાં સ્ટેડિયમ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ — ફાઇનલ માટે નિર્ધારિત છે.
- ઇડન ગાર્ડન્સ, કોલકત્તા — સેમિફાઇનલ માટે પસંદ થયું છે.
- વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
- એમ. એ. ચિદાપ્પરમ સ્ટેડિયમ, ચેન્નઈ
T20 world cup 2026 : શ્રીલંકાના સ્ટેડિયમ
- R. Premadasa સ્ટેડિયમ, Colombo — અહીં ભારત-પાક મેચ રમાશે.
- Sinhalese Sports Club Colombo
- Pallekele International Cricket Stadium, Kandy

T20 world cup 2026 : સેમિફાઇનલ અને ફાઇનલનું આયોજન
- પ્રથમ સેમિફાઇનલ 5 માર્ચ, 2026 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ માં યોજાશે.
- બીજી સેમિફાઇનલ 6 માર્ચ, 2026 કોલકત્તા (ઇડન ગાર્ડન્સ) માં યોજાશે.
- ફાઇનલ 8 માર્ચ, 2026 અમદાવાદ માં રમાશે , પરંતુ જો પાકિસ્તાન ટાઇટલ મેચમાં પહોંચે, તો ફાઇનલ Colombo ખાતે રમાશે.
વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો
Jignesh mewani : પોલીસ અને જીગ્નેશ મેવાણી વચ્ચે ગરમાવો , DGP વિકાસ સહાયે આપ્યો સણસણતો જવાબ




