G20 સમિટ માટે મોદી
PM Modi:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે દક્ષિણ આફ્રિકા માટે ત્રણ દિવસના મહત્વપૂર્ણ પ્રવાસે નીકળી ગયા છે. તેઓ આજે સાંજે જોહાનિસબર્ગ પહોંચશે અને 21 થી 23 નવેમ્બર સુધી યોજાનારી 20મી G20 સમિટમાં ભાગ લેશે. આ વર્ષે G20 સમિટનું આયોજન દક્ષિણ આફ્રિકા કરી રહ્યું છે, જ્યાં મોદી ત્રણ મુખ્ય સત્રોને સંબોધિત કરશે અને અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો તથા વડાપ્રધાનો સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરશે.

આ મુલાકાત વિશેષ માનવામાં આવી રહી છે કારણ કે G20ની સમિટ પ્રથમવાર આફ્રિકી ખંડમાં યોજાઈ રહી છે. મોદી આ સમિટમાં ભારતના ‘વસુધૈવ કુટુંબકમ’—એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય—ના વિઝનને વૈશ્વિક મંચ પર ફરી રજૂ કરશે. તે ઉપરાંત તેઓ ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (IBSA) ત્રિપક્ષીય બેઠકમાં પણ હાજરી આપશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, 2016, 2018 અને 2023 બાદ દક્ષિણ આફ્રિકાનો આ મોદીનો ચોથો સત્તાવાર પ્રવાસ છે. અહીં તેઓ સ્થાનિક ભારતીય પ્રવાસીઓ સાથે પણ સંવાદ કરશે.
PM Modi:સાબિતી વગરના આરોપો સાથે ટ્રમ્પનો બહિષ્કાર
આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો પર ‘માનવાધિકાર ઉલ્લંઘન’ થવાનો આક્ષેપ કરીને G20 સમિટનો બહિષ્કાર કર્યો છે. ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકાથી એક પણ અધિકારી આ સમિટમાં હાજર નહીં રહે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે.
દક્ષિણ આફ્રિકાના હાઈ કમિશનર અનિલ સૂકલાલે કહ્યું કે G20 એટલું મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે કે એક દેશની ગેરહાજરી પણ તેના કાર્ય અને ઉદ્દેશ્યોને અસર કરી શકતી નથી.

PM Modi:નું વૈશ્વિક મહત્વ
વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જે વૈશ્વિક અર્થતંત્રમાં 85% અને વૈશ્વિક વેપારમાં 75% હિસ્સો ધરાવે છે. 1999માં રચાયેલ આ ગ્રુપ 2008થી નેતાઓની વાર્ષિક સમિટનું આયોજન કરતું આવ્યું છે. 2023ની સમિટ ભારતે અધ્યક્ષતા સાથે નવી દિલ્હીમાં યોજી હતી, જેમાં આફ્રિકન યુનિયનને G20નું સ્થાયી સભ્યપદ આપવામાં આવ્યું હતું.
મોદીની આ મુલાકાતે વૈશ્વિક આર્થિક સ્થિરતા, એકતા અને સમાનતાના મુદ્દાઓ પર નવો દિશાનિર્દેશ આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :




