Amit Shah in Bhavnagar:ભાવનગરમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર: “બિહારની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરીશું”#AmitShah #BhavnagarVisit #LocalBodyElections #BJPCleanSweep

0
159
Amit Shah
Amit Shah

Amit Shah in Bhavnagar:#AmitShah #BhavnagarVisit #LocalBodyElections #BJPCleanSweep કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાવનગરના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ અંગે ભાજપનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે “બિહારમાં જેમ કમલ ખીલી ગયું, તેવી જ રીતે ભાવનગર મનપાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરીશું.”

Amit Shah in Bhavnagar:

Amit Shah in Bhavnagar: નવા જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ’નું ઉદ્ઘાટન

ભાવનગર શહેરના નારી ચોકડી નજીક આવેલા નાના ખોડીયાર મંદિર પાસે નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય **‘ભાવ કમલમ’**નું ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. કાર્યાલયના ભવિષ્યના વિજય માટે તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી મનસુખ માંડવિયા, નીમુબેન બાંભણિયા, જીતુ વાઘાણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પરષોત્તમ સોલંકી સહિત ભાવનગર–બોટાદ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

Amit Shah in Bhavnagar: સભામાં નેતાઓનું ભવ્ય સ્વાગત

સભાસ્થળે પહોંચતા જ અમિત શાહનું ભાજપના વરિષ્ઠ નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને શહેર ભાજપ પ્રમુખે પરંપરાગત પાઘડી પહેરાવી સન્માનિત કર્યા.

Amit Shah in Bhavnagar:

સભા સ્થળે ખાસ વ્યવસ્થા

નારી ચોકડી નજીક યોજાયેલી વિશાળ જનસભામાં લોકોની ભીડને ધ્યાને રાખીને બે અલગ પાર્કિંગ ઝોન બનાવાયા હતા.
‘ભાવ કમલમ’ના ઉદ્ઘાટન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને અન્ય નેતાઓ ખુલ્લી જીપમાં રોડશો કરતા સભા સ્થળે પહોંચ્યા હતા અને લોકોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.

વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો :

Historic Day in Bihar:ગાંધી મેદાનમાં ભવ્ય શપથ સમારોહ: નીતિશ 10મી વખત CM, બે ડેપ્યુટી CMની નિમણૂંકhttps://vrlivegujarat.com/historic-day-in-bihar/