ગાંધીનગર પાટીદાર બેઠક #gopalitalia #hardik patel #patidar #gondal #mehsana #dudhsagar #alpeshkathiriya #majohpanara #dineshbanbhaniya – ગુજરાતમાં વિસાવદર બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીતના ગણતરીના દિવસોમાં જ પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ ગાંધીનગરમાં બેઠક બોલાવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.
ગાંધીનગર પાટીદાર બેઠક અનામત આંદોલન આગેવાન
ગાંધીનગરમાં યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અલ્પેશ કથીરિયા, મનોજ પનારા, દિનેશ બાંભણિયા, રેશમા પટેલ, ગીતા પટેલ, ધાર્મિક માલવિયા, ચિરાગ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના નેતાઓ હાજર છે. જેઓ પાટીદાર સમાજને અસર કરતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી છે
ગાંધીનગરમાં આજે યોજાઈ રહેલી બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયના નેતાઓ પાટીદાર ચિંતન શિબિરના બેનર નીચે એકત્ર થયા છે. નોંધનીય છે કે, આંદોલન પછી સત્તામાં આવેલા હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયા જેવા નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા નથી


હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલિયા ગાયબ
તમને એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં આપ પાર્ટીના ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયાની વિસાવદરમાં જીત થઈ છે અને ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી રહી છે. જેમાં પાસના અગ્રણી કન્વીનરો ઉપરાંત અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા ભાજપ નેતા વરૂણ પટેલ પણ આ બેઠકમાં હાજરી આપી છે. સમાજમાં હજી ઘણા પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે આ બેઠક મળી રહી હોવાની વાત છે.
ચિંતન બેઠકના બહાને નવું રાજકીય ચક્ર ગતિ
જોકે પાટીદાર સમાજની ચિંતન બેઠકના બહાને નવું રાજકીય ચક્ર ગતિ પકડી રહ્યું છે. ચર્ચા તો ‘વિચારમંથન’ની, પણ અંદરખાને એંધાણ છે કે આ બેઠક કોઇ મોટી નવાજૂનીનો સંકેત આપી રહી છે. બેઠક દરમિયાન ખાસ કરીને ગોંડલ વિધાનસભા બેઠક ચર્ચાનો કેન્દ્ર બની રહી. જ્યાંથી ભાજપ ના ધારાસભ્ય જયરાજસિંહ સામે મોરચો ખોલવાની તૈયારી થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે


ગાંધીનગર પાટીદાર બેઠક ચૂંટણી પહેલા
એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ચૂંટણી પહેલા પાટીદાર નેતૃત્વ આ બેઠકને પુનઃ દાવો જમાવાનું મંચ બનાવી શકે છે. ગોંડલના જયરાજસિંહ જાડેજા જેવા નેતાઓ માટે આ ચર્ચા ચિંતા ઉભી કરે એવી છે. કારણ કે ચિંતનના નામે જે દિશામાં ચર્ચાઓ થઈ, તેમાં નવાજૂની થવાની ગંધ આવી રહી છે , શું ચિંતન બેઠકનો હેતુ સમાજ માટેનો માર્ગદર્શન છે કે આગોતરા રાજકીય ઘૂંટણિયાં? આવનારા દિવસોમાં વધુ સ્પષ્ટતા થશે, પણ ગોંડલનું નામ હૉટટૉપિક બની ગયું છે, એ નિશ્ચિત છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે