પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

0
91

#india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear પરમાણુ હુમલા – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બૈસારન ખીણમાં આતંકી હુમલામાં 26 લોકોનાં મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર છે. ભારત પાકિસ્તાન પર કોઈપણ સમયે સર્જિકલ સ્ટ્રાઈક જેવા કોઈ પગલાં ભરે અથવા પૂર્ણ સ્તરનું યુદ્ધ લડે તેવી અટકળો થઈ રહી છે. #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclearwar

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર પરમાણુ હુમલા

આવા સમયમાં પાકિસ્તાન તરફથી નેતાઓ જ નહીં મંત્રીઓ પણ ભારત પર પરમાણુ હથિયારોથી હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે. આવા સમયે એક સવાલ સ્વાભાવિક જ થાય કે શું ખરેખર ભારત કે પાકિસ્તાન કે કોઈપણ દેશ ગમે ત્યારે દુશ્મન દેશ પર પરમાણુ હુમલો કરી શકે? આપણે જાણીએ પરમાણુ હુમલા અંગે શું છે નિયમો ?

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

પહલગામમાં આતંકી હુમલા પછી ભારત-પાક. વચ્ચે યુદ્ધનું જોખમ

દુનિયામાંથી પરમાણુ શસ્ત્રોને નાબૂદ કરવાનું અભિયાન ચલાવતી સંસ્થા ઈન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલિશ ન્યૂક્લિયર વેપન્સ (ICAN)ના અહેવાલ મુજબ દુનિયાના નવ દેશો પાસે અંદાજે 12,000થી વધુ પરમાણુ શસ્ત્રો છે. આ દેશોમાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયેલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી વધુ 5,889 પરમાણુ હથિયાર રશિયા પાસે છે. બીજા ક્રમે અમેરિકા પાસે 5,224 હથિયારો છે.

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

ભારતીયોની પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક, યુદ્ધ જેવા પગલાંની માગ

પરમાણુ હથિયારોની ભયાનકતા અને વિનાશકતા દુનિયાએ બીજા વિશ્વ યુદ્ધ સમયે નાગાશાકી-હિરોશિમામાં જોઈ લીધી છે. માત્ર 100 પરમાણુ હથિયારોનો દુનિયામાં ઉપયોગ થાય તો દુનિયા માણસ માટે રહેવા લાયક નહીં રહે. આથી જ પરમાણુ હથિયારો ધરાવતા દરેક દેશ તેના ઉપયોગ અંગે અત્યંત ગંભીર અને જવાબદારીપૂર્ણ વર્તન અપનાવ્યું છે.

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

પાકિસ્તાની નેતા-મંત્રીઓની ભારત પર પરમાણુ હુમલાની ધમકી

તેમણે કયા સંજોગોમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકાય તે અંગે સ્પષ્ટ નીતિ-નિયમો બનાવ્યા છે, જે જગજાહેર છે. આ સંદર્ભમાં માત્ર પાકિસ્તાન એક એવો દેશ છે, જે હંમેશા પરમાણુ હુમલા અંગે બેજવાબદાર નિવેદનો આપતો રહે છે.

પરમાણુ હથિયારો અંગે ભારતની નીતિ સ્પષ્ટ

ભારતે 1999માં જ ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિની જાહેરાત કરી હતી

ભારત પાસે 180થી વધુ પરમાણુ હથિયારો

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

ભારતે પરમાણુ હથિયારોના ઉપયોગ માટે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે

વર્ષ 1974માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં ભારતે સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધું હતું. આ સાથે ભારત પરમાણુ શસ્ત્રોની દોડમાં સામેલ થઈ ગયું હતું. જોકે, ત્યાર પછી ભારતે મે 1998માં બીજું પરમાણુ પરીક્ષણ કરીને ફરી તેની તાકાત સાબિત કરી હતી. ભારતે 1999માં ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ જાહેર કરી હતી. ભારતે કહ્યું કે, તે ક્યારેય પાકિસ્તાન સહિત કોઈપણ દેશ પર સૌથી પહેલા પરમાણુ હુમલો નહીં કરે.

ભારતે તેના સત્તાવાર પરમાણુ સિદ્ધાંતો તૈયાર કર્યા, જેમાં ‘લઘુત્તમ પ્રતિરોધ’, ‘પહેલા ઉપયોગ નહીં કરવા’ અને ‘પરમાણુ શસ્ત્રો ધરાવતા ના હોય તેવા દેશ વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ ટાળવો’ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સમાવેશ કરાયો. ભારતની આ નીતિનો આશય દુનિયાને સ્પષ્ટ સંદેશો આપવાનો છે કે તે પરમાણુ હથિયારોનો ઉપયોગ માત્ર આત્મરક્ષણ માટે જ કરશે. તે પણ ત્યારે જ જ્યારે પરમાણુ હુમલો થાય. આથી, જ ભારતના નેતાઓ કે મંત્રીઓએ કોઈપણ દેશને ક્યારેય પરમાણુ હુમલાની ધમકીઓ આપી નથી. ભારત પાસે હાલ 180થી વધુ પરમાણુ હથિયારો છે.

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

પાકિસ્તાનની પરમાણુ નીતિ શું છે?

ભારત સામે 1971ના યુદ્ધમાં પરાજય પછી પાકિસ્તાને 1972થી વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાનના નેતૃત્વમાં પરમાણુ શસ્ત્રો બનાવવા પ્રયત્ન કરી રહ્યું હતું. જોકે, મે 1998માં ભારતે બીજી વખત પરમાણુ હથિયારોનું પરિક્ષણ કર્યું એ જ મહિનામાં પાકિસ્તાને પહેલી વખત સફળતાપૂર્વક પરમાણુ હથિયારોના પરિક્ષણ કર્યા હતા. આ સાથે પાકિસ્તાન પણ પરમાણુ હથિયારોની દોડમાં સામેલ થઈ ગયું. પાકિસ્તાન પાસે હાલ 170થી વધુ પરમાણુ હથિયારો હોવાનું મનાય છે.

દુનિયાના અન્ય દેશોની જેમ પાકિસ્તાને પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે કોઈ સ્પષ્ટ અને સત્તાવાર નીતિની જાહેરાત નથી કરી. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ મુજબ પાકિસ્તાને ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિનો સ્પષ્ટરૂપે અસ્વીકાર કરી દીધો છે. એટલે કે પાકિસ્તાન જરૂર પડે તો કોઈપણ સમયે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. આથી જ તાજેતરમાં જ પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને ખુલ્લેઆમ પરમાણુ હુમલાની ધમકી આપી હતી.

પાકિસ્તાન ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિમાં જોડાયું નથી

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

પરમાણુ હથિયારોના ઉપયોગ માટે પાકિસ્તાનના નિયમો અસ્પષ્ટ

પાકિસ્તાન પરમાણુ હુમલા માટે કેટલું તૈયાર અને ભારતની નીતિ આ બાબતે શું છે? #india #pakistan #IndoPakBorder #sindhriver #pahalgamattack #nuclearbomb #narendramodi #nuclear

પાકિસ્તાનના નેતાઓ-મંત્રીઓ વારંવાર ભારતને પરમાણુ હુમલા ની ધમકી આપે છે

આ પહેલાં 2022માં પણ પાકિસ્તાનનાં મંત્રી શાઝિયા મર્રીએ ભારતને પરમાણુ હુમલા ની ધમકી આપી હતી. પાકિસ્તાની નેતાઓના આ નિવેદનો પરમાણુ હથિયારો અંગે તેનું બેજવાબદાર વલણ અને અપરિપક્વતા દર્શાવે છે, જે વૈશ્વિક સુરક્ષા માટે અત્યંત ચિંતાજનક છે.

Table of Contents

Pahalgam આતંકી હુમલાનું ગુજરાત કનેક્શન !! | Power Play 1889 | VR LIVE

વધુ સમાચાર માટે જોતા રહો