INDvsBAN : મહિલા ક્રિકેટમાંથી એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે, મહિલા એશિયા કપની સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે સતત 9મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશનો દાવ માત્ર 80 રનમાં સમેટાઈ ગયો હતો. રેણુકા સિંહ અને રાધા યાદવે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના જીત નોંધાવી હતી. મંધાનાએ 55 રનની ઇનિંગ રમી હતી.
INDvsBAN : મહિલા એશિયા કપ 2024ની સેમી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને સતત 9મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશે ભારતને 81 રનનો સાધારણ ટાર્ગેટ આપ્યો હતો, જેને શેફાલી વર્મા (26), સ્મૃતિ મંધાના (55) રન કરી સરળતાથી મેળવી લીધો હતો.
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહે ઘાતક બોલિંગ કરીને બાંગ્લાદેશની ઇનિંગ્સને ધ્વસ્ત કરી દીધી હતી. રેણુકાએ પહેલી જ ઓવરમાં દિલારા અખ્તરને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર રેણુકાએ 8 રનના અંગત સ્કોર પર ઈશ્મા તન્ઝીમને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી.
INDvsBAN : રેણુકા સિંહ અને રાધાની ઘાતક બોલિંગ
INDvsBAN : બાંગ્લાદેશ તરફથી માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. વિકેટકીપર કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. આ પછી શોર્ના અખ્તરે 19 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રેણુકાએ 4 ઓવરમાં 1 મેડન અને 10 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રાધા યાદવે 4 ઓવરમાં 1 મેડન અને 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને 1-1 વિકેટ મળી હતી. બાંગ્લાદેશની આખી ટીમ 20 ઓવરમાં 80 રન સુધી જ સિમિત રહી હતી.
INDvsBAN : મંધાનાએ અડધી સદી ફટકારી હતી
INDvsBAN : ભારતને રેકોર્ડ 9મી વખત ફાઇનલમાં પહોંચવા માટે 81 રન બનાવવા પડ્યા હતા. ભારતની ઓપનિંગ જોડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આ ટાર્ગેટને કોઈપણ સમસ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્મા 26 રન બનાવીને અણનમ અને સ્મૃતિ મંધાના 55 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારતે 11 ઓવરમાં 83 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો