Kathua :  જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી ઘટના, કઠુઆમાં સેનાના વાહન પર હુમલો, ૨ જવાન ઘાયલ   

0
180
#Kathua
#Kathua

Kathua :  જમ્મુ કાશ્મીરમાં પાછલા થોડા સમયથી આતંકી ઘટનાઓમાં મોટા પાયે વધારો નોંધાઈ રહ્યો છે. ભારતીય સુરક્ષાદળો તેનો મુહતોડ જવાબ પણ આપી રહ્યા છે, ત્યારે આજે જમ્મુ ડીવીઝનના કઠુઆમાં વધુ એક આતંકી હુમલાની ઘટના સામે આવી છે.

Kathua :   જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લશ્કરી વાહન પર હુમલો કરવામાં આવ્યો છે. સૈનિકોએ ઘટના પર તુરંત જવાબી કાર્યવાહી શરુ કરી દીધી છે . હાલ આ ઘટનામાં એન્કાઉન્ટર શરૂ થયું છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં બે જવાન ઘાયલ થયા છે.  

#Kathua

#Kathua :   આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના કાંડી વિસ્તારના લોહાઈ મલ્હારમાં જૈના નાળા પાસે લશ્કરી વાહનને નિશાન બનાવ્યું હતું.  માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોની અન્ય ટીમો પણ એન્કાઉન્ટર સ્થળ તરફ રવાના થઈ ગઈ હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. નજીકના કનેક્ટિવિટી રૂટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલા રવિવારે કાશ્મીર ઘાટીના કુલગામમાં સુરક્ષા દળોએ છ આતંકીઓને ઠાર કર્યા હતા. કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને આ સફળતા મળી હતી. આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

#Kathua

#Kathua :   જમ્મુ ડીવીઝનમાં વધી આતંકી ઘટનાઓ

#Kathua

કાશ્મીરમાં સતત હિંસા પછી, આતંકવાદીઓએ જમ્મુ વિભાગના જિલ્લાઓમાં આતંકવાદી હુમલા કરવાના પ્રયાસો કર્યા છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સોહલ ગામમાં એક ઘરને નિશાન બનાવ્યું હતું. આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો અને એક CRPF જવાનનું બલિદાન થયું હતું. જો કે સુરક્ષા દળોએ અહીં બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ બંને આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું જાણવા મળ્યું હતું.

 એક મહિના પહેલા આતંકવાદીઓએ રિયાસીમાં એક બસને નિશાન બનાવી હતી. જેમાં 9 લોકોના મોત થયા હતા અને લગભગ 50 લોકો ઘાયલ થયા હતા. અહીં આતંકી હુમલો કરીને ફરાર થઈ ગયા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો