Sunita Williams : આજથી લગભગ 21 વર્ષ પહેલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા સ્પેસ મિશન દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. 2003માં તે દિવસે, સ્પેસક્રાફ્ટ કોલંબિયા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. ત્યારે નાસા ફરી એકવાર આવી કોઈ દુર્ઘટનાને લઈને ફરીવાર ચિંતામાં આવી ગયું છે, કારણ કે ભારતીય મૂળની અન્ય એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાના પ્રયાસો ત્રણ વખત રોકવા પડ્યા છે.
![Sunita Williams](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/GQwk3JYXAAAGd5I-400x400.jpg)
Sunita Williams : સુનિતા વિલિયમ્સ અને અન્ય એસ્ટ્રોનેટને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જનારા બોઈંગ સ્ટારલાઈનર ને લઈને મોટા સમાચાર આવ્યા છે. જેમાં સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા એસ્ટ્રોનેટને પૃથ્વી પર પાછા લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે હવે ભારતીય મૂળના એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ક્યારે આવશે તે સવાલ સર્જાયો છે.
![Sunita Williams](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/GQqLBy4akAExjKs-600x338.jpg)
Sunita Williams : બોઈંગ સ્ટારલાઈનરના એસ્ટ્રોનેટઓએ જ્યારથી તેમની સ્પેસ સેન્ટર પર જવાનો પ્લાન કર્યો છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ એસ્ટ્રોનેટઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર રવાના કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્પેસક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ ISSમાંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે એન્જિનિયર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં સ્પેસક્રાફ્ટની ખામીને દૂર કરીને એસ્ટ્રોનેટને પૃથ્વી પર પરત લાવવામાં આવશે.
Sunita Williams : હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું
![Sunita Williams](https://vrlivegujarat.com/wp-content/uploads/2024/06/GQwcImVXsAAXuVy-300x400.jpg)
Sunita Williams : સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રિટર્ન મોડ્યુલ ISSના હાર્મની મોડ્યુલ પર રોકાય ગયું છે. જો કે, હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું છે. તો બીજી તરફ સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલિયમ લીકેજને કારણે પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. એક અહેવાલ મુજબ, સ્ટારલાઈનર પાસે પાંચ થ્રસ્ટર્સ છે જેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ મામલે નાસાએ એક મોટી માહિતી આપતા કહ્યું છે કે એસ્ટ્રોનેટઓના પ્રથમ ટીમને લઈ જનાર સ્ટારલાઈનરની વાપસી મોકુફ રાખવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો