Fitness Certificates: ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ નિયમ રાતોરાત બદલાતા વાહન માલિકો મુશ્કેલીમાં

0
229

Fitness Certificates: આરટીઓ દ્વારા અનેક ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ તેમની મુદત પૂરી થાય તે પહેલા રદ કરવાના નિર્ણયથી ટ્રાન્સપોર્ટ વાહનોના માલિકો અને સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે.

Fitness Certificates: ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ નિયમ રાતોરાત બદલાતા વાહન માલિકો મુશ્કેલીમાં
Fitness Certificates: ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ નિયમ રાતોરાત બદલાતા વાહન માલિકો મુશ્કેલીમાં

ખાનગી ફિટનેસ સેન્ટરો દ્વારા પૈસા લઈને યોગ્ય વેરિફિકેશન વગર સર્ટિફિકેટ (Fitness Certificates) આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ ગુજરાતમાં ફિટનેસ સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યા હતા.

પરિવહન વાહનોના માલિકો અને સંચાલકોએ જણાવ્યું હતું કે ઘણા વાહનો કે જેમના ફિટનેસ સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યા છે તેઓ હાલમાં ચારધામ યાત્રા સહિત અન્ય યાત્રાઓ પર રાજ્યની બહાર છે. પરિણામે તેઓએ ટ્રાવેલ્સ એસોસિએશનને ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરિયાદ કરવા રજૂઆત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ટૂર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું કે ગયા સપ્ટેમ્બરમાં તેમણે પરિવહન વિભાગ દ્વારા માન્ય બાકરોલના ખાનગી ફિટનેસ સેન્ટરોમાં ફિટનેસ ટેસ્ટ કરાવીને ટ્રાન્સપોર્ટ વાહનોને પ્રમાણિત કર્યા હતા.

હવે, અચાનક RTO દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ્સ રદ કરવામાં આવ્યા છે જ્યારે સર્ટિફિકેટની એક્સપાયરી ડેટ હજી નજીક નથી. કેટલાક પરિવહન વાહનો હાલમાં રાજ્યની બહાર છે અને જો તેમના ફિટનેસ પ્રમાણપત્રો રદ કરવામાં આવે છે અને કોઈ અકસ્માત થાય છે, તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે.

ટ્રાન્સપોર્ટ વાહન માલિકો દ્વારા ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશન (GLCOA) સમક્ષ રજૂ કરશે અને પરિવહન વિભાગને પણ ફરિયાદ કરશે. GLCOA સચિવ પરેશ ઠાકરે જણાવ્યું હતું કે અગાઉ ટ્રાન્સપોર્ટ વિભાગે જ તેમને ખાનગી ફિટનેસ સેન્ટરોમાંથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા કહ્યું હતું અને તેમણે આદેશોનું પાલન કર્યું હતું.

વિભાગને જાણવા મળ્યું કે આ કેન્દ્રો નકલી ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificates) જારી કરે છે, પરંતુ આવા કેન્દ્રો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ વિભાગે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવા માટે સમય આપવો જોઈએ.

ઉલ્લખનીય છે કે, અમદાવાદમાં યોગેન્દ્ર સોની સેન્ટર, ગાંધીનગરમાં એસએસ સ્ટોન અને મહેસાણામાં બીએનડી સેન્ટર એમ ત્રણ ફિટનેસ સેન્ટરો સામે સરકારે એફઆઈઆર નોંધવાના આદેશો આપ્યા હોવા છતાં કેટલાંક મહિનાઓથી આ ગેરરીતિઓ ચાલી રહી, કોઈ પોલીસ ફરિયાદ ના નોંધાતા સંબંધિત આરટીઓએ આ કેન્દ્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવવી પડી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો