Home Gujarat Ahmedabad MAHARAJ : જલ્દી નેટફ્લિક્સ પર રીલીઝ થશે “મહારાજ” ફિલ્મ, ગુજરાત હાઇકોર્ટે સ્ટે...

MAHARAJ : જલ્દી નેટફ્લિક્સ પર રીલીઝ થશે “મહારાજ” ફિલ્મ, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો   

0
927
MAHARAJ
MAHARAJ

MAHARAJ : બોલીવુડ ફિલ્મ મહારાજને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે, જો તમે એની આતુરતાની જેમ રાહ જોઈ રહ્યા છો તો હવે એ અંત આવી જશે કેમ કે ગુજરાત હાઇકોર્ટ ફિલ્મ પરનો સ્ટે હટાવી લીધો છે, ગુજરાત હાઇકોર્ટના જજો દ્વારા આ ફિલ્મ નિહાળવામાં આવી હતી, અને ફિલ્મ જોયા બાદ કોર્ટે નોંધ્યું કે ફિલ્મમાં કઈ વાંધો નથી,     

MAHARAJ

MAHARAJ :  બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. તેમની પ્રથમ ઓટીટી ફિલ્મ ‘મહારાજ’ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. જો કે, ફિલ્મ પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે અને તેને હિંદુ સમુદાયોની ટીકાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટે હાલ ટેમ્પરલી સ્ટે લગાવ્યો હતો અને ફિલ્મ જોયા બાદ ફેંસલો લેવાનો નિર્ણય લીધો હતો. આજે (21 જૂને) ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પર લગાવેલા સ્ટેને દૂર કરી દીધો છે. જેથી આગામી ટૂંક સમયમાં ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.

MAHARAJ

ઉલ્લેખનીય છે કે, છે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા બંને પક્ષકારોને સાંભળવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટ દ્વારા મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે 20 જૂન 2024ના રોજ સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પબ્લિશરે નીતિમત્તા જાળવવી જોઈએ, ઓથોરિટી પાસે આવા કન્ટેન્ટને અટકાવવાની સત્તા છે. અમે ઓથોરિટી સમક્ષ આ ફિલ્મને અટકાવવા રજૂઆત કરી હતી. જુદા જુદા વર્ગો માટે અલગ અલગ કેટેગરીની ફિલ્મ હોય છે. પબ્લિક ઓર્ડરને ખરાબ કરે એવી ફિલ્મ ના હોવી જોઈએ

મહારાજ  ફિલ્મ પર લગાવેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે આ ફિલ્મ જોયા બાદ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી ન હતી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા ટૂંક સમયમાં આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

MAHARAJ :  શું છે વિવાદ

MAHARAJ

MAHARAJ :  ફિલ્માં હિંદુ સંપ્રદાયો દ્વારા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે. 

MAHARAJ :  ‘મહારાજ’ ફિલ્મ 1862 કેસ પર આધારિત

MAHARAJ

આમીર ખાનના દીકરા જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનયની ફિલ્મ મહારાજ 1862 ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. ‘મહારાજ લિબેલ કેસ’- ના નામે ઓળખવામાં આવે છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે